મુખ્ય સમાચાર
News of Wednesday, 21st October 2020

મધ્ય પ્રદેશના બે મંત્રી તુલસી સિલાવટ અને ગોવિંદ રાજપૂતે રાજીનામુ આપ્યું

ધારાસભ્ય બન્યા પછી 6 મહિના થતા રાજીનામુ : બંને ધારાસભ્યો લડે છે પેટાચૂંટણી

મધ્ય પ્રદેશના બે મંત્રી તુલસી સિલાવટ અને ગોવિંદ રાજપૂતે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રાજીનામું સોંપી દીધું છે. જેને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્વીકારી રાજભવન મોકલી દીધું છે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને નેતા જ્યોતિરાદિત્ય સિંધિની સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. આ સાથે જ આ વખતે પેટાચૂંટણી પણ લડી રહ્યાં છે.

 બંધારણીય જોગવાઇ છે કે કોઇપણ મંત્રી વિધાનસભાનો સભ્ય બન્યા વગર 6 મહીનાથી વધારે સમય સુધી મંત્રીપદ પર રહી શકતો નથી. એવામાં આ પ્રક્રિયાના કારણે બંને નેતાઓએ પોતાના રાજીનામાં આપવા પડ્યાં છે

 સાંવેર વિધાનસભા પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના તુલસીરામ સિલાવટ અને કોંગ્રેસના પ્રેમચંદ ગુડ્ડુ વચ્ચે છે. હાલમાંજ જલ સંશાધન મંત્રી તુલસી સિલાવટે ઉમેદવારી નોંધાવી, પછીના દિવસે  પ્રેમચંદ ગુડ્ડુએ નામાંકન દાખલ કર્યું. હતું

બંનેએ નામાંકનની સાથે પોતાની આવકનું એફિડેવીટ પણ કર્યું છે. સાંવેરથી ચાર-ચાર વખત ધારાસભ્ય રહેલા મધ્યપ્રદેશ સરકારના જળ સંશોધન મંત્રી તુલસી સિલાવટે આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

(1:01 pm IST)