મુખ્ય સમાચાર
News of Monday, 21st October 2019

૨૦ ફુટ ઉંચે ગેલેરીમાંથી પડેલો ૩ વર્ષનો છોકરો નીચેથી પસાર થતી રિક્ષામાં ફસાઇ બચી ગયો

લખનૌ,તા.૨૧: ખરેખર રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત ફરી એક વાર ઉત્ત્।ર પ્રદેશના પ્રધાનપુરમાં દ્યટી. શુક્રવારે ત્રણ વર્ષનો પર્વ તેના દ્યરની ગેલેરીમાં રમી રહ્યો હતો અને ત્યાંથી બેલેન્સ જતાં તે નીચે પડ્યો હતો. જોકે એ જ વખતે નીચેથી એક રિક્ષા બહુ ધીમી ગતિએ પસાર થઈ રહી હતી અને એમાં પવ ઝીલાઈ ગયો. રિક્ષાનું ઉપરનું કવર તૂટી જતાં છોકરો અંદર સીટમાં જઈ પડ્યો હતો. જોકે એને કારણે પછડાટ બહુ જ મંદ થઈ ગઈ અને તેને કોઈ જ ઈજા પણ ન થઈ. એમ છતાં તેના પિતા આશીષ અને મમ્મી પૂર્ણિમા જૈન તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા હતા જયાં તેને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરાયો હતો. તેમના દ્યરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં જયારે દીકરાને પડવાનું દશ્ય તેમણે ચેક કર્યું તો પેરન્ટ્સના પગ તળેથી ધરતી સરકી ગઈ. જે દિલધડક ફિલ્મી સ્ટાઇલમાં રિક્ષાએ બાળકનો જીવ બચાવ્યો હતો એમાં જો એકાદ પળનો પણ આમતેમ ગોટાળો થયો હોત તો આજે સ્થિતિ જુદી હોત. આશીષ જૈન વેપારી છે અને તેમણે આ ફૂટેજ જોયા પછી પેલા રિક્ષાવાળા મનોહર ભટ્ટને પાછો બોલાવ્યો હતો અને તેની રિક્ષા રિપેર કરાવી આપવાનું કહ્યું હતું.

(4:05 pm IST)