મુખ્ય સમાચાર
News of Monday, 21st October 2019

આ પ્રેમકહાનીમાં હીર-રાંઝાની યાદી અપાવી દીધીઃ દુનિયા વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં કેસ લડે છે ૧૬ વર્ષની સગીરા

સુપ્રિમ કોર્ટ મુસ્લિમ છોકરીની શાદીની કાયદેસરતાને પરખશે : ઉચ્ચ જ્ઞાતિના મુસ્લિમો મોટા ભાગના શેખો અને પઠાણોના પ્રભુત્વવાળા ગામમાં લોકો એ બાબતે સહમત છે કે શરીયા કાનુન હેઠળ જે સગીર છે તેને શરીયા પણ શાદીની પરવાનગી આપે છે

નવી દિલ્હી, તા.૨૧: 'તીન તલ્લાક' બાદ મુસ્લિમ કાનૂનથી જોડાયેલો વધુ એક મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ૧૬ વર્ષની સગીરાએ અદાલતમાં દલીલ કરી છે કે મુસ્લિમ કાનૂન મુજબ યૌવનાવસ્થા શરૂ થતા દીકરીઓની શાદી યોગ્ય છે. દેશમાં સામાન્ય કાનૂન મુજબ લગ્ન માટે છોકરીની ઉં.૧૮ અને છોકરાની ઉ.૨૧ હોવી જોઇએ. હવે સુપ્રિમ કોર્ટ મુસ્લિમ કાનૂન મુજબ યૌવનાવસ્થા શરૂ થતા જ છોકરીની શાદીની કાયદેસરતાને પરખશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સચીવ જફરયાબ જીલ્લાનીએ જણાવ્યું છે કે જો કોઇ છોકરી અને છોકરો નાબાલીક હોઇ તો માતા-પિતાની સહમતી જરૂરી છે. બંને બાલીગ હોવાની સ્થિતિમાં તેઓ સાયં શાદીને ચાલુ રાખવા અથવા ખત્મ કરવા માટેનો નિર્ણય લઇ શકે છે. જોકે, મુસ્લિમ કાનૂનમાં પુખ્ત અવસ્થા હોવી અને ૧૮ વર્ષની ઉંમર હોવી બંને અલગ-અલગ વાત છે. કારણ કે  આ યુવાવસ્થા સાથે જોડાયેલી છે. જયારે માતા-પિતાની સહમતી વગર છોકરો-છોકરી લગ્ન કરે છે. તો આજીકારનો મામલો સામે આવે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, જયારે પણ આ પ્રકારના કેસો અદાલતમાં આવે છે ત્યારે છોકરીના પક્ષમાં ફેંસલો થાય છે.

(4:06 pm IST)