મુખ્ય સમાચાર
News of Monday, 21st October 2019

તમામ સેલિબ્રિટી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે

ખાન ત્રિપુટી, રણબીર, સંજય દત્ત પણ પહોંચ્યા :શરદ પવાર, ફડનવીસ, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ સહિત ટોપના રાજકીય લીડરો પણ મતદાન કરવા માટે પહોંચ્યા

નવી દિલ્હી, તા. ૨૧ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાનને લઇને વધારે ઉત્સુકતા મુંબઈના લોકોમાં જોવા મળી હતી. કારણ કે, મહાનગરમાં તમામ બોલીવુડની સેલિબ્રિટીઓ પણ રહે છે. તમામ સેલિબ્રિટીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ખાન ત્રિપુટીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, એનસીપીના સ્થાપક શરદ પવાર અને અન્ય સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે. ટોચના ઉદ્યોગપતિઓએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એકબાજુ સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર કલાકારોએ બાંદ્રાવેસ્ટમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિતેલા વર્ષોના સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ પત્નિ સાથે બાંદ્રા વેસ્ટમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શાહરુખ ખાન પત્નિ ગૌરી સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો.

               યુવા પેઢીમાં લોકપ્રિયતા ધરાવનાર રણબીર કપૂર પણ મતદાન કરવા માટે પહોંચ્યો હતો. સલમાન ખાને બાંદ્રા વેસ્ટમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ચાહકો તેને જોવા માટે પડાપડી કરી હતી. વિતેલા વર્ષોની સુપર સ્ટાર અભિનેત્રી હેમામાલિનીએ વિલે પાર્લેમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મુંબઈમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ નાગપુરમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. શરદ પવાર પરિવારના સભ્યો સાથે માલાબાર હિલમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત એનસીપીના વરિષ્ઠ નેતા અને હાલમાં વિવાદોના ઘેરામાં રહેલા પ્રફુલ પટેલ તેમના પત્નિ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. બોલીવુડની અન્ય હસ્તીઓએ પણ સવારમાં જ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમિર ખાને તેના પત્નિ સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાગપુરમાં નીતિન ગડકરી, મુંબઈમાં પીયુષ ગોયેલ, બારામતીમાં એનસીપીના સુપ્રિયા સુલે, અજીત પવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, મતદાન ખુબ મહત્વપૂર્ણ છે. હંમેશા લોકોએ મતદાન કરવું જોઇએ. પોતાના જનપ્રતિનિધિઓને ચૂંટી કાઢવાની નાગરિકોની પણ જવાબદાર છે.

કોણે ક્યાં મતદાન કર્યું...

નવીદિલ્હી, તા. ૨૧ : મહારાષ્ટ્રમાં આજે શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. મતદાન દરમિયાન તમામ ટોચની સેલિબ્રિટીઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોણે ક્યાં મતદાન કર્યું તે નીચે મુજબ છે.

નામ............................................ મતદાન વિસ્તાર

સલમાન ખાન........................................ બાંદ્રા વેસ્ટ

હેમામાલિની........................................... વિલે પાર્લે

સ્મૃતિ ઇરાની .............................................. મુંબઈ

સચિન તેંડુલકર..................................... બાંદ્રા વેસ્ટ

દેવેન્દ્ર ફડનવીસ....................................... નાગપુર

શરદ પવાર.................................. માલાબાર હિલ્સ

શાહરુખ ખાન.......................................... બાંદ્રાવેસ્ટ

આમિર ખાન.......................................... બાંદ્રા વેસ્ટ

સંજય દત્ત............................................. બાંદ્રા વેસ્ટ

પીયુષ ગોયેલ.............................................. મુંબઈ

નીતિન ગડકરી......................................... નાગપુર

સુપ્રિયા સુલે............................................ બારામતી

અજીત પવાર......................................... બારામતી

મોહન ભાગવત......................................... નાગપુર

પ્રફુલ પટેલ................................................. મુંબઈ

(7:49 pm IST)