મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

સાઈબાબા ઉજવણીમાં છ કરોડનું દાન મળ્યું છે આંકડાઓની માહિતી જારી કરાઈ

થિરુવનંતનપુરમ, તા. ૨૧ : મહારાષ્ટ્રના શિરડીમાં સ્થિત સાંઇબાબા મંદિરમાં ભક્તોએ તાજેતરમાં જ પૂર્ણ થયેલી ત્રણ દિવસીય સાઇબાબા સમાધિ શતાબ્દી ઉજવણીમાં ૫.૯૭ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. શ્રી સાઇબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યપાલક અધિકારી રુબલ અગ્રવાલે આજે કહ્યું હતું કે, દેશ વિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ મંદિરના સંકુલમાં મુકવામાં આવેલા દાનપાત્રમાં ૨.૫૨ કરોડ રૂપિયા આપ્યા છે. આ કાર્યક્રમનું આયોજન ૧૭મી ઓક્ટોબરથી લઇને ૧૯મી ઓક્ટોબર સુધી ચાલ્યું હતું. આ ઉપરાંત શિરડીનગરમાં દાન માટે અલગ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા હતા જેમાં લોકોએ ૧.૪૬ કરોડ રૂપિયાની ભેંટ આપી હતી. ભક્તોએ સોના અને ચાંદીની ચીજસ્તુઓ પણ આપી હતી જેની કિંમત ૨૮.૨૪ લાખ રૂપિયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શતાબ્દી ઉત્સવના સમાપનમાં પહોંચ્યા હતા. ત્રણ દિસના કાર્યક્રમમાં ત્રણ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા.

(8:19 pm IST)