મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

ઉત્તર કાશ્મીરના કુલગામ જિલ્લામાં ત્રણ આતંકી ઠાર: અેક ની ઓળખ થઇ

 

નવી દિલ્હીઉત્તર કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઇ હતી. ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યાં છે. આ હુમલામાં સેનાના બે જવાન પણ ઇજાગ્રસ્ત થયા છે.

માર્યા ગયેલા આતંકીઓમાં બે પાકિસ્તાનના હતા જ્યારે એક સ્થાનિક હતો. આ બધા આતંકીઓ જૈશ-એ-મહોમ્મદ સાથે જોડાયેલા હતા. જેમાંથી એકની ઓળખ પાકિસ્તાનના અબુ માજ તરીકે થઇ છે. આ આતંકી અહીં ચાર વર્ષથી સક્રિય હતો.

એક મળતા અહેવાલ મુજબ કુલગામના લારો વિસ્તારમાં એક ઘરની અંદર કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણ સેનાને મળી હતી. જેને લઇને સેના દ્વારા આ ઘરનો ઘેરવામાં આવ્યું હતું. પોતાને ઘેરાયેલા સમજીને આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ 12 સ્થાનિક લોકોને પણ ઇજા પહોંચી છે.

ખરેખર તો અથડામણ પુરી થયા બાદ સ્થાનિક લોકોએ ઘટનાસ્થલે જવાની જીદ કરી હતી. જો કે સેના દ્વારા બહુ સમજાવામાં આવ્યું કે ત્યાં ન જાય, કારણ કે જે ઘરમાં આતંકી છુપાયા હતા ત્યાં સેનાના ઓપરેશન બાદ આગ લાગી હતી.

આતંકીઓને જડબાતોડ જવાબ દેતા સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા જ્યારે બે આતંકીઓ ફરાર થઇ ગયા હતા. જો કે બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સેના દ્વારા આ વિસ્તારને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું. જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.

તો હજુ પણ વધુ આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આજે સવારે પુલવામામાં પણ આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને ત્યાંથી ફરાર થયા છે. જેમાં સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સેના દ્વારા આતંકીઓને ઠાર મારવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી.-- 

(3:41 pm IST)