મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે ભારતની મુલાકાત સમયે વડાપ્રધાન સાથે રોકાણ-સુરક્ષાના મુદ્દે વાત કરી હતી

શ્રીલંકાના વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘે ભારતની મુલાકાતે આવ્યા છે. તેમને પીએમ મોદી સાથે મુલાકાત કરી. તેમની આ યાત્રાનો હેતુ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, દરિયાઈ સુરક્ષા સહિત અન્ય ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બનાવવાનો છે. પીએમ મોદી સાથે મુલાકાત પહેલા રાનીલ વિક્રમસિંઘે ગૃહપ્રધાન રાજનાથસિંહ અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.

ગૃહપ્રધાન રાજનાથસિંહ અને પીએમ વિક્રમસિંઘે વચ્ચે લગભગ 30 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. રાજનાથસિંહે આ મુલાકાતને અત્યંત ઉપયોગી ગણાવી હતી. બેઠક બાદ રાજનાથસિંહે ટ્વીટ કરીને જણાવ્યુ કે ક્ષેત્રમાં સુરક્ષા અને આતંકવાદ સંબંધિત મુદ્દા પર ભારત અને શ્રીલાં વચ્ચે સહયોગ વધુ મજબૂત બનાવવા પર વિચાર-વિમર્શ કરાયો છે.

તો સુષમા સ્વરાજ સાથે થયેલી મુલાકાતમાં વિદેશ મંત્રાલયે ટ્વીટ કરે કહ્યું કે એક નજીકના દોસ્ત સાથે આપણી ભાગીદારી મજબૂત બનાવવા માટે નિરંતર પ્રતિબદ્ધ છીએ. શ્રીલંકાના પીએમ રાનીલે શુક્રવારે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.

(12:24 pm IST)