મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

અમૃતસર દુર્ઘટના બાદ સરકાર હવે ધાર્મિક આયોજનો માટે ખાસ નીતિ નિયમો ઘડશે

અમૃતસર : અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી ટ્રેન દુર્ઘટનામાં 59 લોકોનાં મોત બાદ પંજાબ સરકાર જાગી છે. રાજ્ય સરકાર હવે ત્રણ તહેવાર સબંધી આયોજનો મુદ્દે દિશા નિર્દેશ લાવવા માટેની તૈયારીમાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ અંગે ગૃહસચિવ એનએસ કાલ્સીને આદેશ આપ્યા છે અને કહ્યું કે, તેઓ ઝડપથી આ દિશમાં જરૂરી પગલા ઉઠાવે.

મુખ્યમંત્રીએ ગૃહ સચિવને નિર્દેશ આપ્યો છે કે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં આયોજન માટે વિસ્તૃત ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવે જેથી અમૃતસર જેવી ત્રાસની નોબત જ ન આવે. મુખ્યમંત્રી ઇચ્છે છે કે દિશા નિર્દેશમાં રાજ્યનાં કોઇ પણ હિસ્સામાં આયોજીત થનારા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં આયોજન મુદ્દે સ્પષ્ટ રીતે નિયમ- કાયદાનો ઉલ્લેખ થવો જોઇએ.

કેપ્ટન અમરિંદર સિંહે દિવાળીને જોતા ગૃહ સચિવને ફટાકડાનાં ખરીદ - વેચાણ અને તેના સંગ્ર અંગે પણ સલાહ ઇશ્યું કરવા માટે જણાવ્યું છે. અમૃતસરની ઘટનાને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે હવે કોઇ પણ પ્રકારની બેદરકારી વર્તવામાં નહી આવે.

(12:23 pm IST)