મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

મોદી સરકારને ગંગા સફાઇ અભિયાનમાં ધાર્યા જેટલી સફળતા મળી નહિ : ૩૮૬૭ કરોડનો ખર્ચ અેળે ગયો

નવી દિલ્‍હી :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવી દીધો છે. આ પહેલાં તેમણે પોતના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ 21 ઑક્ટોબરના રોજ લાલા કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે.

આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા 'આઝાદ હિંદ સરકાર'ના ગઠનની 75મી વર્ષગાંઠના અવસર તેઓ આવું કરશે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન 15 ઑગસ્ટના રોજ આઝાદીના અવસર પર જ લાલા કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવે છે.

મોદી સરકારના 3,867 કરોડ રૂપિયાના ખર્ચ છતાં ગંગા વધુ દૂષિત બની

'ધ વાયર'માં છપાયેલા એક અહેવાલ અનુસાર મોદી સરકાર ગંગા નદીની સફાઈને લઈને નિષ્ફળ રહી છે.

ન્યૂઝ સંસ્થા દ્વારા કરાયેલી એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મોદી સરકારે ગંગાની સફાઈ માટે વર્ષ 2014થી 2018ની વચ્ચે 5523 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કર્યું હતું. તેમાંથી 3867 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં ગંગાની સ્થિતિ વધુ કથળી છે.

સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી અનુસાર વર્ષ 2017માં બાયૉકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે પાણીની અંદર બાયૉકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું વધુ પ્રમાણ નદી અને તેમાં રહેતા જીવો માટે ખૂબ જ ખતરનાક હોય છે. પાણીની ગુણવત્તા માપવાની આ એક પદ્ધતિ છે.

આરટીઆઈમાં એવી પણ માહિતી સામે આવી હતી કે નદીમાં રહેલા ડિઝોલ્વ્ડ ઓક્સિજન (ડીઓ) નું પ્રમાણ ખૂબ જ નીચા સ્તરે છે. વધુ પ્રમાણમાં ડીઓ મતલબ કે પાણીનું ઓછું પ્રદુષિત હોવું.

મોદી સરકારે વર્ષ 2015માં 'નમામિ ગંગે' નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જેનું લક્ષ્‍ય ગંગાની સફાઈ કરવાનો હતો.

(12:21 pm IST)