મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

અમૃતસર રેલ્વે દુર્ઘટના, બિહારનાં મૃતક પરિવારને 2-2 લાખ વળતર આપશે નીતિશકુમારની સરકાર

 

અમૃતસર રેલ્વે દુર્ઘટનાને કારણે સમગ્ર દેશમાં શોક છવાયો છે ત્યારે બિહારનાં ચાર લોકોનાં મૃત્યુનાં સમાચાર બાદ પ્રદેશમાં પણ શોક વ્યાપ્ત થયો છે. બિહારનાં ચાર લોકોમાં મોકામા, ગોપાલગંજ અને ભાગલપુરનાં બે લોકો જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, મૃત્યુ પામ્યા હોવાનાં સમાચાર છે

 બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે બિહારમાં મૃતક પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. નીતીશ કુમારે દુર્ઘટનામાં બિહારનાં ચારેય મૃતકનાં પરિવારજનોને મુખ્યમંત્રી રાહત કોષમાંથી એક-એક લાખ રૂપિયા, સાથે પ્રવાસી મજુર દુર્ઘટના યોજના હેઠળ અનુદાન યોજના હેઠલ 1-1 લાખ રૂપિયા આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે

(12:00 am IST)