મુખ્ય સમાચાર
News of Sunday, 21st October 2018

દિલ્હીના નજફગંજમાં ૨૧ વર્ષના યુવક બોડી બનાવવાના સપનામાં ઘોડાને અપાતી દવાનો ઉપયોગ કરવા લાગ્યો

બોડી બનાવવાના સપનામાં નવી પેઢી ગમે તેના પર ભરોસો મૂકી પરિણામ વિચાર્યા વગર અખતરા કરી મૂકે છે. દિલ્લી પાસેના નજફગંજમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 21 વર્ષનો એક યુવાન એવી દવા લેવા લાગ્યો હતો જેનો ઉપયોગ ઘોડાની સારવાર માટે કરવામાં આવે છે.

ઈનજેક્શન લઈને કસરત કરતો

સની (નામ બદલ્યું છે) એક પોલીસપુત્ર છે. જેને બોડી બનાવવાનો ખૂબ શોખ હતો. તેના કોચે તેને AMP5 કમ્પાઉન્ડ લેવાની સલાહ આપી હતી. જે દિવસભર દોડતા ઘોડાને આપવામાં આવે છે. જોકે, કેટલાક ખાસ કેસમાં આ દવા માણસોને પણ આપવામાં આવે છે પણ ઓરલફોર્મમાં ઈન્જેક્શનમાં નહી. શરૂઆતના તબક્કામાં સની આ દવાથી ખૂબ ખુશ હતો. ડૉક્ટરોને પણ કહ્યું કે, આ દવા લેવાની સલાહ કોચ પાસેથી મળી હતી. આ સાથે કહ્યું હતું કે, રોજ ઈનજેક્શન લેવાથી તે વધુ કસરત કરી શકશે.

ઈનજેક્શનના ડોઝ વધતા ગયા

સનીએ કહ્યું કે, તે દરરોજ 1 મિલિલીટર AMP5 લઈ રહ્યો હતો ત્યાર બાદ કોઈ પ્રકારના બ્રેક વગર કે થાક વગર કસરત કરતો હતો. ત્યાર બાદ 1 માથી 2, 2 માંથી 3, 3 માંથી 4 અને 4 માંથી એમ ડોઝ વધારતો ગયો હતો. જેનાથી બોડ બિલ્ડિંગના કેટલાક એવોર્ડ પણ જીતી લીઘા. મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેણે ઈનજેક્શન લેવાનું છોડી દીધુ. હવે તે બોડ બનાવવાથી કંટાળી ગયો હતો અને અભ્યાસ પર ધ્યાન આપવા માગતો હતો.

દિવસભર ઊઘતો અને સ્વાભાવ ચીડિયો થઈ ગયો

સની દિવસભર ઊંઘતો અને તેનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો હતો. આળસને કારણે કસરત પણ છોડી દીધી હતી. હાલમાં સની દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં માનસિક રોગ સારવાર વિભાગમાં દાખલ છે. હોસ્પિટલના ચેરપર્સન રાજીવ મહેતાએ કહ્યું કે, સની જેવા કેટલાય યુવાનો આ રીતે દવાઓ અને ઈનજેક્શન લઈને બોડી બનાવે છે. જે સ્ટિરોઈડથી પણ ખતરનાખ છે. જે કિડનીની સાથોસાથ અન્ય અંગને પણ માઠી અસર કરે છે. હાલમાં સનીનો ઈલાજ ચાલી રહ્યો છે.

(11:46 am IST)