મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

NDA મે 2022માં મહિલાના પ્રવેશ પરીક્ષામાં બેસવાની પરવાનગી આપશે : સુપ્રીમમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું

મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષામાં સામેલ કરવાની માંગ કરનારી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું

નવી દિલ્હી: NDAમાં મહિલાઓના પ્રવેશ મામલે નવુ અપડેટ સામે આવ્યુ છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) મે 2022માં મહિલાઓના પ્રવેશ પરીક્ષામાં બેસવાની પરવાનગી આપશે. આ રીતે જાન્યુઆરી 2023માં મહિલા કેન્ડેટોના પોતાના પ્રથમ બેંચની ટ્રેનિંગ માટે તૈયાર હશે.

મહિલાઓને NDAની પરીક્ષામાં સામેલ કરવાની માંગ કરનારી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી આ જાણકારી આપી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્રને ભવિષ્યમાં ઉઠાવનારા પગલાને લઇને જાણકારી માંગી હતી. સોગંદનામામાં સરકારે આ વાત પર પ્રકાશ નાખ્યો છે કે સંરક્ષણ સેવાઓ દ્વારા એક અધ્યયન જૂથની રચના કરવામાં આવી છે જેમાં ભારતીય સશસ્ત્ર દળોના સંયુક્ત રક્ષા સેવા ટ્રેનિંગ સંસ્થા અને અધિકારીઓના એક બોર્ડ (સીનિયર લોકોની એક ટીમ) અને જાણકાર સામેલ છે, જે મહિલા કેડેટો માટે વ્યાપક પાઠ્યક્રમ તૈયાર કરશે. અધિકારીઓને NDAમાં મહિલા કેડેટોની ટ્રેનિંગ માટે એક સમગ્ર અને ભવિષ્યનો પ્રસ્તાવ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

(7:20 pm IST)