મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

નરેન્દ્રભાઇ-લતાદીદી વચ્ચે ભાવૂક સંવાદ

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને વડાપ્રધાને જન્મદિન પુર્વે શુભેચ્છા આપી : મોદીજી બોલ્યા, તમે સાધના કરીને સિધ્ધિ મેળવી છે... લતાજીએ કહયું-તમે શું છો તેને તમને જ અંદાજ નથી... મોદીજી બોલ્યા-હું જલ્દી મુંબઇ તમારા ઘેર આવીને કંઇક ગુજરાતી વાનગી ખાઇશઃ લતાજી બોલ્યા, આ મારૂ સદ્ભાગ્ય છે...

રાજકોટ, તા., ૨૧: સ્વર સામ્રાજ્ઞી લતાજીનો જન્મદિન આવી રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ અમેરીકા પ્રવાસે છે. મોદીજીએ જન્મદિન પુર્વે લતાજીને ટેલીફોનીક શુભેચ્છા આપી હતી. આ ભાવૂક સંવાદ માણવા જેવો છે.

સંવાદના અંશો માણીએ.....

મોદીજીઃ લતાદીદી, હું આપને જન્મદિન પુર્વે શુભેચ્છા પાઠવું છું. આપના જન્મદિને હું પ્લેનમાં હોઇશ તેથી એડવાન્સમાં શુભેચ્છા આપુ છું. આપનું સ્વાસ્થ્ય સારૂ રહે અને  આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના કરું છું. આપને પ્રણામ કરવા અમેરિકા જતા પૂર્વે ફોન કર્યો છે.

લતાજી : આપના આશીર્વાદ અમારા પર રહે તેવું અમે ઇચ્છીએ છીએ.

મોદીજી : અરેરે... અમે આપના આશીર્વાદ માંગીએ છીએ. આપ મોટા છો.

લતાજી : ઉંમરમાં તો ઘણાં લોકો મોટા હોઇ શકે છે, કર્મથી મોટા હોય તેના આશીર્વાદ લેવા જોઇએ.

મોદીજી : આપ ઉંમરમાં અને કર્મથી બંને રીતે મોટા છો. તમે સાધના તપસ્યા કરીને સિધ્ધિ મેળવી છે.

લતાજી : આ સિધ્ધિ મારા માતા-પિતા અને શ્રોતાઓના આશીર્વાદ છે.

મોદીજી : તમારી નમ્રતા અમારા માટે પ્રેરક છે. જીવનમાં ખૂબ મેળવ્યા બાદ પણ આપ નમ્રતા અને સંસ્કારને પ્રાધાન્ય આપો છો. મને ખુશી છે કે, આપ ગર્વથી કહો છો કે આપકી માતા ગુજરાતી છે. હું જયારે આપની પાસે આવ્યો ત્યારે આપે મને ગુજરાતી વાનગી ખવડાવી છે.

લત્તાજી તમે શું છો તેમની તમને ખુદને ખબર નથી. તમારી ઉર્જાથી ભારતનું ચિત્ર બદલેછે, આ જોઇને મને ખુશી થાય છ.ે

મોદીજીઃ આપે મને પ્રેરણા આપી છ.ે આપના તરફથી ભેટ-સોંગાદ પણ મળતી રહે છે. આપની સાથેનો પારિવારીક સંબંધ મને આનંદ આપે છ.ે

લતાજીઃ હું તમને તકલીફ આપવા માંગતી નથી, તમેે ઘણાં કામમાં રહો છો. સમય મળ્યે તમેે તમારા માતુશ્રીને પણ પ્રણામ કરવા જાવ છો મે પણ તમારા માતુશ્રીના આશીર્વાદ લીધા છ.ે

મોદીજીઃ મારા માતાને આ બધું યાદ છે, તેમણે મને જણાવ્યું હતું.

લતાજીઃ ટેલિફોનીક વાતમાં મને આશીર્વાદ આપ્યા હતા મને સારૃં લાગ્યું.

મોદીજીઃ મારા માતા પણ આપની સાથે વાત કરીને પ્રસન્ન થયા હતા.

આપને ફરીથી જન્મદિન પૂર્વે શુભેચ્છા પાઠવું છું.

હું મુંબઇ આવ્યો ત્યારે આપને મળવું હતું ફરી જલ્દીથી આપને મળવા આવીશ અને ગુજરાતી વાનગી ખાઇશ.

લતાજીઃ આ અમારૂ સૌભાગ્ય છે.

(3:46 pm IST)