મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ન્યાયમાં થતા વિલંબને અન્યાય કહેવાય ? : જુદા જુદા રાજ્યોની હાઇકોર્ટમાં પડતર કેસની સંખ્યા અધધ..55 લાખ જેટલી : ડીસ્ટ્રીકટ તથા નીચલી કોર્ટમાં પડતર કેસનો આંકડો 3 કરોડ 44 લાખ ને પાર : 16 સપ્ટે.2020 ની તારીખ મુજબ પાર્લામેન્ટમાં આપવામાં આવેલી માહિતી

ન્યુદિલ્હી : આજરોજ પાર્લામેન્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ 16 સપ્ટેમ્બરની તારીખે દેશના જુદા જુદા રાજ્યોની હાઇકોર્ટમાં પડતર કેસોની સંખ્યા 55 લાખ  જેટલી છે.જેમાં સૌથી વધારે સંખ્યા 7,46,677  સાથે અલાહાબાદ હાઇકોર્ટ મોખરે છે.ત્યારપછી પંજાબ અને હરિયાણા 6,07,069 , મદ્રાસ 5,70,282  ,રાજસ્થાન   5,07,749,  અને મધ્ય પ્રદેશની હાઇકોર્ટ 3,75,630 કેસ ધરાવે છે.
        દેશની 25 હાઇકોર્ટના પડતર કેસની સંખ્યા  51,52,921 થવા જાય છે.જે પૈકી 36,77,089 સિવિલ કેસ છે.જયારે ક્રિમિનલ કેસની સંખ્યા 14,75,832 છે.
ઉપરાંત દેશના જુદા જુદા જિલ્લાઓની કોર્ટમાં પડતર કેસની સંખ્યા પણ પાર્લામેન્ટમાં રજૂ કરાઈ હતી.જે મુજબ ડીસ્ટ્રીકટ તથા નીચલી કોર્ટમાં પડતર કેસની સંખ્યા 3 કરોડ ઉપરાંત એટલેકે 3,44,73,068 છે.જે પૈકી 94,49,268 સિવિલ કેસ છે.જયારે ક્રિમિનલ કેસની સંખ્યા 2,50,53,800 છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:46 pm IST)