મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

૧૯૮૦માં NSA કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ ૨૦૧૭-૨૦૧૮માં ૧,૨૦૦ વ્યક્તિ સામે કાયદાનું શસ્ત્ર ઉગામી ધરપકડ કરવામાં આવી હતી

લોકસભા સત્રમાં ગૃહરાજ્ય મંત્રી કિશન રેડીએ પ્રશ્નોતરી કાળ દરમિયાન આપેલ માહિતી

નવી દિલ્હી : લોકસભા સત્ર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ છેલ્લે બે વર્ષ દરમિયાન ૧૨૦૦ લોકોની ધરપકડ કર્યાનું ગૃહરાજ્ય મંત્રી કિશન રેડીએ આજે જણાવ્યું છે.

તેમણે રાજ્યસભામા એક લેખિત સવાલના જવાબમાં જણાવ્યું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ની વર્ષ 2018ના અહેવાલ મુજબ બધા રાજ્યોમાં મધ્યપ્રદેશમાં વર્ષ 2017 અને 2018માં રાસુકા હેઠળ સૌથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી અને તેના પછીનું સ્થાન ઉત્તરપ્રદેશનું આવે છે.

2017-2018માં કેટલાની ધરપકડ

તેમણે જણાવ્યું હતું કે આ આકરા કાયદા હેઠળ વર્ષ 2017માં દેશમાં કુલ 501 લોકોની રાસુકા  હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આમાં 229ને સમીક્ષા બોર્ડ દ્વારા છોડવામાં આવ્યા હતા અને 272 હજી પણ જેલમાં છે.

વર્ષ 2018માં સમગ્ર દેશમાં રાસુકા   હેઠળ 697 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાથી 406ને સમીક્ષા બોર્ડ દ્વારા છોડવામાં આવ્યા હતા, જ્યારે 291 પકડાયેલા છે.

સૌથી વધુ ધરપકડ ક્યાં

મધ્યપ્રદેશમાં વર્ષ 2017 અને 2018માં રાસુકા  હેઠળ કુલ 795 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સમીક્ષા બોર્ડ દ્વારા કુલ 466 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 329 હજી પણ જેલમાં છે.

કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં વર્ષ 2017 અને 2018માં રાસુકા  હેઠળ 338 લોકોની ધરપકડ થઈ, જેમા સમીક્ષા બોર્ડે 150 લોકોને છોડ્યા, જ્યારે 188 હજી પણ જેલમાં છે.

આ કાયદો 23 ઓગસ્ટ 1980ના રોજ ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે.

આ કાયદો ક્યારે લાવવામાં આવ્યો

આ કાયદો 23 ઓગસ્ટ 1980ના રોજ ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો સમગ્ર ભારતને લાગુ પડે છે. આ કાયદા હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ભારતમાં સલામતી અંગે કોઈપણ પ્રકારની બાબતને ધ્યાનમાં લઈને, ભારતના વિદેશો સાથેના સંબંધને ધ્યાનમાં લઈને, જાહેર વ્યવસ્થા કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને જાળવી રાખવા પર કોઈપણ વ્યક્તિ અસર કરતો હોય તો તેને પકડવાની સત્તા આપે છે. સરકારોના એ કાયદા હેઠળ વિદેશીને પકડીને તેની દેશમાંથી હકાલપટ્ટી કરવાની સત્તા છે.

આ કાયદાના મૂળ ક્યાં

વાસ્તવમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો ભારતમાં લાવવામાં આવેલો કોઈ પ્રથમ કાયદો નથી. આ પહેલા પણ ધ ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1915ને પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સુધારવામાં આવ્યો હતો, જેમા રાજ્ય નાગરિકને આ રીતે અટકાયતમાં લઈ શકવાનો અધિકાર ધરાવતુ હતુ. રોલેટ સમિતિએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ડિફેન્સ એક્ટના આ પ્રકારના આકરા અને અત્યાચારી કાયદાકીય જોગવાઈઓને મંજૂરી આપી હતી તે આજે કાયદાકીય પુસ્તકોમાં કાયમી સ્થાન પામી છે.

આ કાયદો તે સમયે રોલેટ એક્ટના નામે કુખ્યાત થયો હતો. આ કાયદાની મહત્ત્વની લાક્ષણિકતા તે હતી કે તે રાજ્યને કોઈપણ અટકાયતમાં લીધેલી વ્યક્તિને કોર્ટમાં જવાનો કોઈપણ અધિકાર આપ્યા વગર ધરપકડ કરી શકતુ હતુ અને પકડાયેલ વ્યક્તિ વકીલની સહાય પણ મેળવી શકતો ન હતો. આ બિલના વિરોધમાં થયેલા દેખાવોના ડામવા માટે જલિયાવાલા બાગનો કાંડ થયો હતો.

(9:35 pm IST)