મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

કોરોના વાયરસ ઈફેક્ટ :ઈકરાએ એર ઇન્ડિયા એક્સપ્રેસનું ટૂંકાગાળાની લોન રેટિંગ ઘટાડ્યું

રેટિંગમાં સંશોધનથી કંપની પર આગામી પ્રભાવનો પણ સંકેત

નવી દિલ્હી :રેટિંગ એજન્સી ઈકરાએ એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડના ટૂંકાગાળાની લોનની રેટિંગ A4+થી ઘટાડીને A4 કરી દીધી છે. કોરોના રોગચાળાને કારણે હવાઈ મુસાફરી પર પડેલા વિપરીત દબાણને કારણે એજન્સીએ આ રેટિંગ ઘટાડ્યું છે. ઈકરાના અનુસાર રેટિંગમાં સંશોધનથી કંપની પર આગામી પ્રભાવનો પણ સંકેત મળે છે.

રેટિંગમાં નેગેટિવ નેટવર્થ અને એર ઇન્ડિયા લિમિટેડ તથા અન્ય કંપનીઓ માટે ઊંચી જવાબદારીઓને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસ લિમિટેડની દબાણગ્રસ્ત લોન પ્રોફાઈલ પર ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીએ માર્ચ 2020થી ઓગષ્ટ 2020 સુધી પોતાના બેન્કર્સ પાસેથી મોરોંટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો હતો.

મોરોંટોરિયમથી રોગચાળા પ્રભાવિત લોનધારકોને 6 માસ સુધી ચુકવણી નહીં કરવાની સુવિધા મળી છે. કંપનીએ નાણાકીય વર્ષ 20માં રૂ.455.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જયારે નાણાંકીય વર્ષ 19માં નફો રૂ.164.4 કરોડ નોંધાયો હતો.એર ઇન્ડિયાની સંપૂર્ણ માલિકી ધરાવતું સબસિડિયરી યુનિટ એર ઇન્ડિયા એક્સપ્રેસની સ્થાપના વ્યાજબી એરલાઇનની રીતે વર્ષ 2005માં કરવામાં આવી હતી.

(6:33 pm IST)