મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદઃ બન્ને રાજયોના ૮ જિલ્લામાં રેડ એલર્ટ

ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ થયો છે. બન્ને રાજયોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. જયારે ઓડિશા, પશ્યિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે બંગાળની ખાડી ઉપર હવાનું ઓછા દબાણું એક સીસ્ટમ બની છે.

રાજધાની દિલ્હીમાં ગરમ વાતાવરણ રહ્યું છે અને અહીં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના નથી. સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં ૭૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. જયારે ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજયોને ૧૦ જિલ્લામાં આજ માટે ઓરેન્જ એલલ્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર સવાર સુધી બંગાળની ખાડીમાં એક સીસ્ટમ્સ સક્રીય થઈ છે.

કર્ણાટકના એનકિલુમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે, મુવતુપુઝા નદી પૂરના સ્તરે પહોંચી ગઈ છે જેમાં એનર્કિુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં પૂરની આશંકા છે. પાડોશી રાજય તેલંગાનામાં સોમવારે અલગ અલગ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આદિલાબાદ, કરીમનગર, નિજામાબાદ, વારંગલ અને ખમ્મમમાં વરસાદ થવાની સંભાવના છે. તમામ એસપી અને ડીએમને સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંગાળની ખાડી પર સીસ્ટમ સક્રીય થતા ઓડિશાના કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

(4:09 pm IST)