મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

નિષ્ઠા રાણપરાએ કોરોનાને કવિતા રૂપે આલેખ્યોઃ પુસ્તક ''સનસાઇન એન્ડ હોપ''

રાજકોટઃ પંકજભાઈ ગણાત્રા (અમેરિકા) ની ભાણેજ જયશ્રી રાણપરા કે જેઓ રાજકોટની માતુશ્રી વીરબાઇમાં મહિલા સાયન્સ અને હોમ સાયન્સ કોલેજમાં લેકચરર છે. તેમની દિકરી નિષ્ઠા રાણપરાએ  રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાંથી માર્ચ ૨૦૨૦માં પોતાનું ગ્રેજયુએશન માઇક્રોબાયોલોજી વિષય સાથે પૂરું કરેલ છે. નાનપણથી જ વાંચવા અને લખવાની શોખીન નિષ્ઠાનું  હાલમાં જ પ્રથમ પુસ્તક સનસાઈન  એન્ડ હોપ પ્રસિદ્ઘ થયું. જેમાં તેણીએ કોરોનાના સંદર્ભમાં મનુષ્યએ કઈ રીતે કુદરત અને કુદરતના અન્ય સર્જન પર આધિપત્ય જમાવી કુદરતની સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખી તેની વાત નાની નાની કવિતાઓ દ્વારા દર્શાવી છે. ફકત ૨૧ જ વર્ષેની ઉમરમાં આ તેણીનું પ્રથમ ISBN  નંબર ધરાવતું પુસ્તક છે. રાજકોટની જનતા માટે આ પુસ્તક યુનીવર્સીટી રોડ પર આવેલી પ્રખ્યાત યુ એન્ડ બૂકસ વર્લ્ડ પરથી મળી શકશે. આ સાહિત્ય સર્જન બદલ નિષ્ઠા રાણપરાને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. 

(2:49 pm IST)