મુખ્ય સમાચાર
News of Monday, 21st September 2020

ચીનની તાઇવાનને ધમકી : જો અમેરિકાને સાથ આપશો તો તમારા રાષ્ટ્રપતિને જાનથી મારી નાખશું : કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે સમાચાર પ્રસિદ્ધ કર્યા

બેજિંગઃ : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે તાજેતરમાં સમાચાર પ્રસિદ્ધ કર્યા છે.જેમાં તાઇવાનને ધમકી આપવામાં આવી છે કે જો તેઓ અમેરિકાને સાથ આપશે તો અમે તેમના રાષ્ટ્રપતિને જાનથી મારી નાખશું .
અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉપસચિવની તાઇવાન મુલાકાતને લઈને ચીને ઉપરોક્ત ધમકી આપી છે.જેમાં જણાવ્યું છે કે તાઈવાનની મહિલા રાષ્ટ્રપતિ અમેરિકાના અધિકારી સાથે ડિનર લઈને આગ સાથે ખેલી રહી છે.
મુખપત્રમાં વિશેષમાં જણાવાયા મુજબ જો તાઇવાન ચીનના કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરશે તો યુદ્ધ ફાટી  નીકળશે.અને તાઇવાની પ્રેસિડન્ટનો ખાત્મો બોલાવી દેવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)