મુખ્ય સમાચાર
News of Saturday, 21st September 2019

મહારાષ્ટ્ર- હરિયાણામાં ચુંટણીની રણશીંગુ ફુંકાયું : ગુજરાતમાં પેટાચુંટણી

મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો તથા હરિયાણા ૯૦ બેઠકો માટે ૨૧ ઓકટોબરે મતદાનઃ ૨૪ મીએ મતગણતરી : આચારસંહિતા લાગુઃ ગુજરાતની ૪ સહિત વિવિધ રાજ્યોની ૬૪ વિધાનસભા બેઠકો તથા બિહારની સમ્તીપુરની સંસદીય બેઠક માટે પણ ૨૧મી ઓકટોબરે મતદાનઃ ગુજરાત ખેરાલુ, થરાદ, અમરાઇવાડી, લુણાવાડા

નવી દિલ્હી,તા.૨૧: ચુંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભામા ંચુંટણીની તારીખોને એલાન કરી દીધું છે. બંને રાજ્યોમાં ૨૧ ઓકટોબરે એક જ ચરણમાં મતદાન થશે. જયારે ૨૪ ઓકટોબરે મતગણતરી કરવામાં આવશે. મુખ્ય ચુંટણી કમિશનર સુનીલ અરોડા એક પત્રકાર પરિષદમાં ચુંટણી કાર્યક્રમની જાણકારી આપીને જણાવ્યું કે બંને રાજ્યોમાં ૨૭ સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પડશે. ૪ ઓકટોબર સુધીમાં ઉમેદવારના ફોર્મ ભરવામાં આવી શકે છે. અને ૭ ઓકટોબર સુધીના ફોર્મ પરત કરવાના રહેશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની ફોર્મ પરત કરવાના રહેશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની ૬૪ વિધાનસભા સીટો અને બિહારની સમસ્તી પુર લોકસભા સીટ પર પેટાચુંટણી ૨૧ ઓકટોબર યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ આજે ગુજરાતની પણ ચાર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જે પ્રમાણે ગુજરાતમાં અમરાઇવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાવાની છે.

૨૮૮ વિધાનસભા સીટવાળા મહારાષ્ટ્રમાં અને ૯૦ સીટોવાળા હરિયાણામાં એક જ રાઉન્ડમાં મતદાન થશે. ચુંટણી શેડયુલ એલાનની સાથે જ બંને રાજ્યોમાં ચુંટણી આચાર સંહિતન પણ લાગુ કરવામાં આવી છે. હવે બંને રાજ્યોમાં કોઇ નવી ઘોષણાઓ કરવામાં આવશે. નહિ. મહારાષ્ટ્રમાં ૮.૯ કરોડ મતદારો અને હરિયાણામાં ૧ કરોડ ૨૮ લાખ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

મહારાષ્ટ્રમાં મતદાનની પ્રકિયાને પૂર્ણ કરવા માટે ૧.૮ લાખ ઇવીએમનો ઉપયોગ થશે. હરિયાણામાં ૨ નવેમ્બરે હાલનો વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. જયારે મહારાષ્ટ્રમાં ૯ નવેમ્બરે કાર્યકાળ સમાપ્ત થશે. હાલમાં બંને રાજયોમાં બીજેપી સતામાં છે. એવામાં તેના માટે બંને રાજ્યોમાં તેમની સતાને બચાવાનો પડકાર હશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ઇવીએમ સંપૂર્ણ સલામત છે. ઇવીએમ અને વીવીપેટ મશીનોને ડબલ લોકમાં રાખવામાં આવશે. કોઈપણ ઉમેદવાર અને તેના સાથીદાર ચોક્કસ સુરક્ષિત અંતરથી સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની દેખરેખ રાખી શકે છે.ચૂંટણી પંચ ઉમેદવારો અને પક્ષોના સોશ્યલ મીડિયા પર પણ નજર રાખશે. ચૂંટણી પંચ દ્વારા જુદા જુદા રાજયોની ૬૪ બેઠકો માટેની પેટા-ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે ચૂંટણીમાં ઉમેદવાર માટે ખર્ચની મહત્ત્।મ મર્યાદા ૨૮ લાખ રૂપિયા રહેશે, આ નિયમ બંને રાજયોમાં લાગુ થશે. ચૂંટણી પંચ દ્વારા પણ ખર્ચ પર નજર રાખવામાં આવશે. તારીખોની દ્યોષણા કરતા પહેલા ચૂંટણી પંચે સલામતીનો વારો લીધો હતો અને તેની તૈયારીની તપાસ કર્યા બાદ ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને અપીલ કરી છે કે તેઓ તેમના અભિયાનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેમના અભિયાનને આગળ ધપાવે.

આગામી ૨૧મી ઓકટોબરે મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે ગુજરાતમાં ચાર વિધાનસભાની પણ પેટાચૂંટણી થશે. તેમજ તેનું પરિણામ ૨૪મી ઓકટોબરે જાહેર થશે. જોકે, રાધનપુર, બાયડ અને મોરવાહડફની ચૂંટણી ઝારખંડ સાથે થાય તેવી શકયતા છે. નોંધનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ખાંટની બેઠક પર હાલ, પેટાચૂંટણી નહીં યોજાય.

બંને રાજ્યનો કાર્યક્રમ...

જાહેરનામું

૨૭ સપ્ટેમ્બર

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ

૪ ઓક્ટોબર

ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ

૫ ઓક્ટોબર

નામ પરત લેવાની છેલ્લી તારીખ

૭ ઓક્ટોબર

મતદાન

૨૧ ઓક્ટોબર

પરિણામ

૨૪ ઓક્ટોબર

(7:53 pm IST)