મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

ચીની સૈનિકો લદાખમાં બે કી,મી,અંદર ઘુસ્યા

આઇટીબીપી મુજબ ઓગસ્ટમાં 14 વખત ઘૂસણખોરી કરાઈ :

 

નવી દિલ્હી :ચીની સૈનિકોએ લદ્દાખમાં ઘુસણખોરી કરી છે. આઈટીબીપી મુજબ ચીની સૈનિકો લદ્દાખમાં બે કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. ચીની સૈનિકો દ્વારા ઓગસ્ટ મહિનામાં 14 વખત ઘૂસણખોરી કરવામાં આવી.

  અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા ચીની સૈનિકો ઉત્તરાખંડના બારાહોતીમાં ઘુસી ગયા હતા. આટીબીપીના જણાવ્યા પ્રમાણે, ચીની સૈનિકોએ 6 ઓગસ્ટના રોજ ઘુસણખોરી કરી હતી. ચીનની સેના 4 કિલો મીટર સુધી ભારતીય સીમમાં અંદર આવી ગઈ હતી. જોકે ચીની સેનાને ભારતીય જવાનોએ વિરોધ કરીને તગેડી  મુકી હતી.

  પહેલા પણ ચીની સૈનિકો બારાહોતીમાં અનેકવાર ઘુસણખોરી કરી ચૂક્યા છે. ગત્ત ત્રણ જુલાઈ, 6 અને સાત જુલાઈના રોજ ચીની સૌનિકો બારાહોતી સહિત તુનજુન લા વિસ્તારમાં 200 મીટર સુધી અંદર ઘુસી આવ્યા હતા. 21 જુલાઈના રોજ ચીની સેના ડેપસાંગ પાસે 18 કિલોમીટર અંદર ઘુસી આવી હતી. વિસ્તારમાં ચીન અનેકવાર ઘુસણખોરી કરી ચુક્યુ છે.

(11:07 pm IST)