મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

રાફેલ ડીલ મામલે ધમાસાણ વચ્ચે ફ્રાન્સમાં વાયુસેનાના અધિકારીઓએ ઉડાન ભરી

એક કલાક સુધી રાફેલની સવારી કર્યા બાદ નાંબિયારે પોતાનો અનુભવ શેર કર્યો

નવી દિલ્હી :રાફેલ ડીલ મામલે ચાલતા ઘમાસાણ વચ્ચે ભારતીય વાયુ સેનાના અધિકારીએ રાફેલની ઉડાન ભરી છે. કોંગ્રેસ રાફેલ ડીલ મામલે સરકારને ઘેરી રહી છે ત્યારે ફ્રાંસમાં વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નાંબિયારે રાફેલની સવારી કરી છે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ આગામી વર્ષે ભારતમાં આવશે. નાંબિયારે ફ્રાંસના ઈસટ્રેસ એર બેઝથી રાફેલની ઉડાન ભરી છે. એક કલાક સુધી રાફેલ ની સવારી કર્યા બાદ નાંબિયારે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

  ભારતીય વાયુસેનાના છ સભ્યોની ટીમ ફ્રાંસમાં છે. આ ટીમ ડોસોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટની પણ મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 67 મહિનામાં ફ્રાંસ 36 રાફેલ વિમાન ભારતને આવી રહ્યુ છે. ત્યારે રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના સંરક્ષણ પ્રધાનનું રાજીનામું માગ્યુ છે

  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સંરક્ષણ પ્રધાન નિર્માલા સીતારમન સતત જુઠ્ઠું બોલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, સરકારે રાફેલ ડીલ કરીને  કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે. જેના કારણે સરકારી ખજાનાને મોટું નુકસાન થઈ રહ્યું છે.

(5:40 pm IST)