મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

ઓરિસ્સામાં ભારે વરસાદ સાથે ડાયે વાવાઝોડું ત્રાટક્યું :70 થી 80 કી,મી,ની ઝડપે પવન ફુંકાયો :સરકારી કર્મીની રજા રદ

48 કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, અતિભારે વરસાદની સંભાવના

ઓડિશામાં ભારે વરસાદ સાથે ડાયે નામનું વાવાઝોડું ત્રાટક્યુ છે.ઓડીસા ગોપાલપુર નજીકથી વાવાઝોડાએ રાજ્યમાં પ્રવેશ કર્યો છે.વાવાઝોડાને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિસાની સરકારે વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ, પુરી અને નયાગઢ જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી છે.

  હવામાન વિભાગે એલર્ટના પગલે રાજ્યના તમામ માછીમારોને આગામી 24 કલાકમાં સમુદ્ર ખેડવાથી દુર રહેવાની ચેતાવણી આપી છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન સર્જાતા વાવાઝોડુ ત્રાટક્યુ છે. આ વાવાઝોડાને ડાયે નામ આપવામાં આવ્યું છે.વાવાઝોડાના કારણે આ વિસ્તારોમાં 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો છે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

(5:39 pm IST)