મુખ્ય સમાચાર
News of Friday, 21st September 2018

મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓ રોકવા કેન્દ્ર સરકારે ડેટાબેઝ બનાવ્યો :4,50 લાખ અપરાધીઓનો રેકોર્ડ કરાશે સામેલ

જાતીય શોષણ, છેડતી કે રેપ જેવા કેસમાં સજા પામેલાદોષિતોના નામ,ફોટો,સરનામું,ફિંગરપ્રિન્ટ ડીએનએ સહિતની વિગતો

   ફોટો mahila

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓ રોકવાના ભાગરુપે ગૃહ મંત્રાલયે જાતીય શોષણ, છેડતી કે રેપ જેવા કેસમાં સજા પામેલા દેશભરના અપરાધીઓનો એક ડેટાબેઝ બનાવ્યો છે.  જાતીય અપરાધની ઘટનાઓમાં દોષિત વ્યક્તિનુ નામ, તેનો ફોટો,સરનામુ, ફિંગર પ્રિન્ટ, ડીએનએના નમૂના, પાન નંબર અને આધાર નંબર સહિતની ડીટેલ તેમાં મુકવામાં આવશે.

  આ ડેટાબેઝમાં લગભગ 4.5 લાખ અપરાધીઓનો રેકોર્ડ સામેલ કરાશે. આ માટે દેશભરની તમામ જેલમાંથી ડેટા માંગવામાં આવ્યા છે. ડેટાબેઝ તૈયાર કરવાની જવાબદારી નેશનલ ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરોને સોંપાવમાં આવી છે. જોકે ભારતમાં આ ડેટાબેઝ કાયદો લાગુ કરનારી એજન્સીઓ માટે જ ઉપલબ્ધ રહેશે

  અમેરિકામાં આવો ડેટાબેઝ એફબીઆઈ રાખે છે અને પબ્લિક માટે તે ઉપલબ્ધ હોય છે. ભારતમાં તૈયાર કરાયેલા ડેટાબેઝમાં ઓછા ખતરનાક અપરાધીઓનુ નામ 15 વર્ષ જ્યારે ગેંગરેપ, કસ્ટોડિયલ રેપ જેવા અપરાધમાં સંડોવાયેલા દોષિતોનુ નામ આખી જીંદગી રાખવામાં આવશે.

  ડેટાબેઝમાં હાલમાં ધરપકડ કરાયેલા અને જેમની સામે ચાર્જશીટ થઈ છે તેવા અપરાધીઓના નામ પણ હશે. જોકે તે માત્ર ગણતરીના અધિકારીઓ માટે ઉપલબ્ધ હશે. જ્યારે સગીરવયના અપરાધીઓના નામ તેમાં પાછળથી સામેલ કરાશે. અત્યાર સુધી ઘણા કિસ્સામાં એક વખત જાતીય અપરાધમાં સંડોવાયેલા લોકો બીજી વખત પણ આવી ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે કારણકે ડેટાબેઝના અભાવે તેમને રોકવુ મુશ્કેલ હતુ.

(5:36 pm IST)