મુખ્ય સમાચાર
News of Wednesday, 21st August 2019

હવે સિંધુ નદીમાંથી પાકિસ્તાન જતા પાણીમાં કાપ મુકવા ભારતની તૈયારી કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, અમે આપણા ભાગનું પાણી પાકિસ્તાન જતું રોકીએ.

નવી દિલ્હી :પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે સિંધુ નદીમાંથી પાકિસ્તાન જતા પાણીમાં કાપ મુકવાના સંકેત આપ્યા છે.

    કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યુ હતુ કે, સિંધુ જળ સંધિ બાદ ભારતમાંથી પાકિસ્તાનમાં પાણી જાય છે. પરંતુ આ પાણીને પાકિસ્તાન જતુ અટકાવવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આ પાણીનો ઉપયોગ ભારત ખેતી અને ઉદ્યોગ માટે કરી શકે છે.

    ભારત અત્યારે હાઈડ્રોલોજિકલ અને ટેક્નો ફિજિબિવિટિ પર કામ કરી રહ્યો છે. આ પહેલા પણ ભારતે પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે સિંધુ નદીનું પાણી રોકવાની ધમકી આપી હતી. પરંતુ પાકિસ્તાન હજી પણ આતંકવાદને પ્રોત્સાહન  આપી રહ્યુ છે.

   ભારત પોતાના હિસ્સાનું પાણીનો ઉપયોગ ખેતરો અને ઉદ્યોગો માટે કરવા માંગે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાન ચાલ્યું જાય છે. તેના પર અમે કામ કરી રહ્યાં છીએ કે કેવી રીતે અમે આપણા ભાગનું પાણી પાકિસ્તાન જતું રોકીએ.

(8:33 pm IST)