મુખ્ય સમાચાર
News of Tuesday, 21st August 2018

ઇ-કોમર્સ કંપની પરેશાન થઇ ગઇ : પાંચ કરોડ લોકો આઉટ

કરોડો લોકો ઓનલાઈન શોપિંગ બંધ કરી ચુક્યા : છેલ્લા એક જ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં લોકો ખસી જતાં ઇ-કોમર્સ કંપનીઓ સામે મોટી સમસ્યાઓ સર્જાઈ

નવી દિલ્હી, તા. ૨૧ : દેશની ઇ-કોમર્સ કંપનીઓ હાલમાં ખુબ જ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહી છે. અહીં આશરે પાંચ કરોડ લોકો નિયમિતરીતે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે પરંતુ છેલ્લા એક વર્ષના ગાળામાં એટલા જ લોકોએ ઓનલાઈન શોપિંગ કરવાનું બંધ કરી દીધું છે. આનાથી ઇ-કોમર્સ કંપનીઓને ૫૦ અબજ ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. દેશની ઇન્ટરનેટ ગ્રોથ સ્ટોરીમાં આવેલા આ ટ્વિસ્ટ અંગેની માહિતી હાલમાં જ જારી કરવામાં આવી છે. આ માહિતી જારી કરવામાં આવ્યા બાદ ઇ-કોમર્સ સાથે જોડાયેલી કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. નવ મહિના સુધી રિસર્ચ કરવામાં આવ્યા બાદ વિગત સપાટી ઉપર આવી છે. તેમના ડેટાથી જાણવા મળે છે કે, ગયા વર્ષે પ્રથમ શોપિંગ બાદ ૫.૪ કરોડ યુઝરે ઓનલાઈન ટ્રાન્ઝિક્શન બંધ કરી દીધા છે. આ ગ્રોથમાં ઓછી વયના ઇન્ટરનેટ યુઝર્સ પણ સામેલ છે જે અંગ્રેજીની સરખામણીમાં ક્ષેત્રિય ભાષાઓને લઇને વધારે સંવેદનશીલ છે. નિષ્ણાત લોકો અને સંબંધિતોનું કહેવું છે કે, રેગ્યુલર ઓનલાઈન શોપિંગ કરનાર અને ડ્રોપઆઉટ માટે રેશિયો ૧-૧ છે જે ઇ-કોમર્સ સેક્ટર માટે એક પડકારરુપ સ્થિતિ રહેલી છે. ગુગલ ઇન્ડિયા કન્ટ્રીના ડિરેક્ટર, સેલ્સ, વિકાસ અધિકારી વિકાસ અગ્નિહોત્રીનું કહેવું છે કે, જો આ પાંચ કરોડ યુઝર્સને ફરીથી લાવવામાં આવે તો ઇન્ડસ્ટ્રી માટે ૫૦ અબજ ડોલરની બિઝનેસ તકો સર્જાઈ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ યુઝર્સને પરત લાવવા માટે ખુબ લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. રિસર્ચમાં આ અંગેની માહિતી પણ જાણવા મળી છે કે, ઇન્ટરનેટના વિસ્તરણની સાથે ઓનલાઈન શોપિંગમાં વધારો કેમ થઇ રહ્યો નથી. જાણકારોનું કહેવું છે કે, કેટલાક નવા યુઝર્સને શોપિંગ કાર્ટ આઈકોનને લઇને વધારે માહિતી નથી. તેમને આધુનિક ફિઝિકલ રિટેલના સંદર્ભમાં પણ માહિતી નથી. આ ગ્રુપ ઓનલાઈન શોપિંગ સાઇટથી કનેક્શન રાખવામાં અડચણો અનુભવ કરે છે. આ યુઝર્સની સાથે ભાષાની પણ સમસ્યા રહેલી છે. સાઇટ્સ અને એપ્સના યુઝર ઇન્ટરફેસ સામાન્યરીતે અંગ્રેજી ભાષામાં કરે છે. કેટલીક સાઇટોમાં હિન્દીમાં પણ ફીચરો ઉપલબ્ધ છે. જેટલી મોટી સંખ્યામાં નવા ઇન્ટરનેટ યુઝર ઓનલાઈન શોપિંગ કરી રહ્યા નથી. ઇન્ટરનેટ શોપિંગમાં સામાન્ય ચીજવસ્તુઓને છુટછાટના મામલામાં લેવામાં આવે છે. કેટલાક લોકોએ ઓનલાઈન શોપિંગ હાથ ખેંચી લીધા છે. આના માટે બીજા પરિબળો પણ જવાબદાર છે. દેશમાં માત્ર ૨૮ ટકા લોકો જ ઇન્ટરનેટથી કનેક્ટ રહે છે. ઇન્ટરનેટ કંપનીઓ માટે નફો મેળવવાની બાબત મુશ્કેલરુપ બનેલી છે.

મોટી સંખ્યામાં લોકો મોબાઇલ ડિવાઈસ પર કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે પરંતુ આ લોકોએ હજુ સુધી ઓનલાઈન ટ્રાન્ઝિક્શન કર્યા નથી. ઓનલાઈન શોપિંગમાં વિશ્વાસનો અભાવ પણ સ્પષ્ટરીતે દેખાય છે. નાના શહેરોમાં બેઠેલા લોકો વધારે શંકા રાખે છે.

(7:29 pm IST)