મુખ્ય સમાચાર
News of Tuesday, 21st August 2018

પાકિસ્તાનમાં બનશે ચીની નાગરિકો માટે કોલોની

ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર હેઠળ ગ્વાદરમાં પ લાખ ચીની નાગરીકો માટે એક શહેર બની રહ્યું છે

નવી દિલ્હી તા.૨૧: ચીન-પાકિસ્તાન ઇકોનોમીક કોરીડોર યોજના હેઠળ ચીન પાકિસ્તાનના ગ્વાદરમાં પોતાના પ લાખ નાગરિકો માટે ૧૫ કરોડ ડોલરના ખર્ચે એક શહેર બનાવી રહ્યું છે દક્ષિણ એશિયામાં આ પ્રકારનું ચીનનું પહેલુ શહેર બનશે માનવામાં આવે છે કે આ પ્રસ્તાવિત શહેરમાં ૨૦૨૨ થી લગભગ પ લાખ ચીની લોકો રહેવા લાગશે. ચીનની યોજના અનુસાર, આ લોકો પાકિસ્તાની બંદર ગ્વાદર પર બનનાર આર્થિક ઝોનમાં કામ કરશે.આ રહેણાંક વિસ્તારમાં ફકત ચીની નાગરિકો જ રહેશે. જેનો મતલબ એવો થાય કે પાકિસ્તાનના આ વિસ્તારનો ઉપયોગ ચીની કોલોની તરીકે થશે. જાણકારી અનુસાર,ચીને ૩૬ ચોરસ ફુટ જગ્યા ખરીદી છે જેના પર તે ૧૫ કરોડ ડોલરના ખર્ચે એક રહેણાંક પ્રોજેકટ ઉભો કરશે. જયા ૨૦૦૨૨ થી ૫ લાખ કર્મચારીઓ રહેવા લાગશે. ચીને આફ્રિકા અને મધ્ય એશિયામાં પ્રોજેકટ પર કામ કરતા પોતાના નાગરિકો માટે ત્યાં કોમ્પ્લેક્ષો બનાવ્યાછે અને હવે તે શહેર બનાવી રહ્યું છે ચીની નાગરિકો પર આક્ષેપ છે કે તેમણે પુવ૪ રશિયા અને મ્યામારના ઉત્તરીય વિસ્તારોમાં કેટલાક ક્ષેત્રો પર કબ્જો કર્યો છે. ચીની નાગરિકો માટે આ પ્રકારના રેશીડેંશીયલ પ્રોજેકટ બાબતે સ્થાનિક લોકો નારાજ છે.

ચીને પાકિસ્તાનની પાઇપલાઇન્સ, રેલ્વે, હાઇવે, પાવરપ્લાંટસ, ઔદ્યોગીક ક્ષેત્ર અને મોબાઇલ નેટવર્કમાં રોકાણ કર્યુ છે જેમાં ચીની ઉત્પાદન વાળા શહેરો માટે માલ લાવવા લઇ જવા માટે સુરક્ષિત શિપીંગ, રેલ્વે, બંદર સુધારણા વગેરે શામેલ છે. ૩૯માંથી ૧૯ પ્રોજેકટતો પુરા થઇ ગયા છે. જેના પર ચીને ૨૦૧૫ થી અત્યાર સુધીમાં ૧૮.૫ અબજ ડોલરનું રોકાણ કર્યુ છે.

(4:17 pm IST)