મુખ્ય સમાચાર
News of Tuesday, 21st August 2018

હરિયાણાના યમુનાનગરમાં મહિલાને પતિએ કુરીયરથી ત્રણ તલાક મોકલ્યા

હરિયાણાના યમુના નગરમાં એક મહિલાને તેના પતિએ કુરીયરથી સોગંદનામું મોકલીને ત્રણ તલાક આપ્યા હતા. એટલું જ નહીં ભરણપોષણ એટલે કે હક મેહર રૂપે ૫૧૦૦ રૂપિયાનો ચેક પણ સાથે મોકલ્યો છે.

પીડિત મહિલા બેંકમાં ઓફીસર અને તેનો પતિ બીજી બેંકમાં કલાર્ક છે. મહિલાનો આરોપ છે કે તેના પતિને બીજી છોકરી સાથે લફરૃં છે. તેની સાથે નિકાહ કરવા માટે જ તેણે તલાક લખેલું સોગંદનામું મોકલ્યું છે. જયારે આરોપીએ સોગંદનામામાં તે મહિલાના ચાલ ચલણ પર શંકા વ્યકત કરીને તલાકનું કારણ ગણાવ્યું છે. પીડિતાએ આ તલાકને માનવાની ના પાડીને સીએમ વિંડોની સાથે કોર્ટનો દરવાજો ખખડાવવાનું પણ નક્કી કર્યું છે.

(3:52 pm IST)