મુખ્ય સમાચાર
News of Tuesday, 21st August 2018

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ચિનાબ નદીમાં ખાબકતા 12ના કરૂણમોત

યાત્રાળુઓની બસ માછિત માતાના દર્શને જતી વેળાએ કિશ્તવાડથી પાડરવચ્ચે દુર્ઘટના ; પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ

જમ્મુના કિશ્તવાડમાં પાડર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ચિનાબ નીદમાં ખાબકી હતી. જેના કારણે 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

   મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓ માછિત માતાના દર્શને જઇ રહ્યા હતા. અત્યાર સુધી 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. હજી સુધી એ નક્કી થયું નથી કે આ બસમાં કેટલા લોકો સવાર હતા. જાણકારી પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

    જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે કહ્યું કે, કિશ્તવાડામાં એક દુઃખદ ઘટના બની છે. એક યાત્રાળુઓ ભરેલી બસ માછિત માતાના દર્શને જઇ રહી હતી. ત્યારે આ બસ શ્રદ્ધાળુઓ સાથે ચિનાબ નદીમાં ખાબકી હતી. આ બસ કિશ્તવાડથી પાડર તરફ જઇ રહી હતી.

આ દુર્ઘટનામાં પાંચ વર્ષનો એક બાળખ બચી ગયો છે. જ્યારે ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા છે.

(12:57 pm IST)