મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

અમેરિકા ઈમરાન ખાન ગયા તો ખરા પણ સ્વાગત ન થતા ટ્વીટર પર મજાકનો ધોધ વહ્યો

વોશિંગ્ટન: ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં. જેના કારણે ટ્વીટર પર વિરોધીઓ ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા માટે ઈમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કમર્શિયલ ફ્લાઈટ લીધી અને તેઓ 3 દિવસના આ પ્રવાસમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજનયિક આવાસ પર જ રોકાશે.

ઈમરાન ખાનનો અમેરિકા પહોંચવાનો વીડિયો પીટીઆઈના અધિકૃત ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જેના પર અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી. કેટલાક તેને વડાપ્રધાન સાથે ખરાબ વર્તન ગણાવ્યું તો કેટલાકે તેના પર વર્લ્ડ કપ હારનો બદલો કહી કટાક્ષ કર્યો. પીટીઆઈ તરફથી શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખાન કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જ ફ્લાઈટમાંથી બહાર નીકળી રહ્યાં છે.

પાકિસ્તાનના પીએમને ટ્રોલ કરનારા પર નિશાન સાધતા ઉમર અબ્દુલ્લાએ અમેરિકા પર જ નિશાન સાધ્યું. અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે તેમણે પોતાના દેશના પૈસા બચાવ્યાં. તેઓ (ઈમરાન ખાન) પોતાની સાથે ઈગો લઈને ચાલતા નથી, જે મોટા ભાગના નેતાઓ કરતા હોય છે. એક વાર ફરીથી મને યાદ કરાવો, આ કેવી રીતે ખરાબ ચીજ છે. તે અમેરિકાની સતતા પર વજ્રઘાત કરે છે ઈમરાન ખાન પર નહીં.

અત્રે જણાવવાનું કે આ પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવાની છે. બંને દેશો વચ્ચે રક્ષા, વ્યાપાર અને કર્જ જેવા મહત્વના મુદ્દાો પર ચર્ચા થવાની છે.

(3:26 pm IST)