મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

બિહારમાં ભારે પૂર ૯૭ લોકોને ભરખી ગયું : અનેક નદીઓમાં બેકાબુ પુરની સ્‍થિતિ

પટણા : બિહારમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૯૭ લોકોના મોત થયા. જેમા સૌથી વધારે સીતામઢીમાં ૨૭, મધુબનીમાં ૧૮ અને દરભંગામાં ૧૦ લોકો મોતને ભેટ્યા છે. બિહારમાં સૌથી વધારે ગંભીર સ્થિતિ મધુબનીમા છે. પૂરના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યા છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સીતામઢીમાં રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. બિહારના ૧૨ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ છે.

સીતામઢી બાદ અરરિયા,દરભંગા, ચંપારણ સહિતના જિલ્લામાં પૂરના પાણીથી જળબંબાકાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે.

(2:29 pm IST)