મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરાતા નર્મદા ડેમની વધતી જળસપાટી

બંને રાજ્યો વચ્ચે કથિત વિવાદ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે ખુશીનો માહોલ સર્જાયો

અમદાવાદ ;રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત વધારો થયો છે એક તરફ નર્મદાના પાણી મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે કથિત વિવાદ છે ત્યારે બીજીતરફ મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો હોવાના અહેવાલ છે

   સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબભાઈ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટરને પાર કરી ગઈ છે. અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98 મિલીયન ક્યુબીક મીટર જઇને પાછો આવ્યો છે

(12:30 pm IST)