મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

મહારાષ્ટ્ર, હિમાચલ અને સોનિપતમાં ભૂકંપ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને સોનિપતમાં શનિવારે ભૂકંપના  આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઇ હતી. શનિવારે સવારે સૌથી પહેલા હિમાચલ પ્રદેશમાં ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યારબાદ દિલ્લી, મહારાષ્ટ્રમાં લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. આ અગાઉ અરૂણાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા પ.પ ની હતી. જાણકારી મુજબ અરુણાચલમાં આવેલ ભુકંપનુ કેન્દ્ર બિંદુ અરૂણાચલ પ્રદેશના પૂર્વી કોમેગમાં હતુ. આજે આવેલા ભંકંપમા કોઇ જાનહાની ના સમાચાર નથી. લોકોએ ૩૦ સેકન્ડ સુધી ભૂકંપ અનુભવ્યો હતો. જેની તીવ્રતા ૩.ર ની રહી હતી.

(11:44 am IST)