મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

યુપીના પ્રયાગરાજ ધોધમાર વરસાદ: અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી: બે લોકોના મોત

કેટલાક વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા વાહનચાલક અને લોકોની મુશ્કેલી

 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો  પ્રયાગરાજમાં છેલ્લા ઘણાં દિવસોથી વરસાદની રાહ જોવામાં આવતી હતી. ત્યારે શહેરમાં વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયા. જેથી બે લોકોના મોત થયા છે

  બીજીતરફ  કેટલાક વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા વાહનચાલક અને લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતનાં અનેક રાજ્યો જેવા કે બિહાર, અસમ સહિતનાં પ્રદેશોમાં પૂરને કારણે કફોડી સ્થિતી છે. જો કે સૈન્યની અને ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટુકડીઓ દ્વારા પ્રભાવિત વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.

(12:00 am IST)