મુખ્ય સમાચાર
News of Sunday, 21st July 2019

દત્તક પુત્રીની હત્યાના આરોપી ઇન્ડિયન અમેરિકન વેસ્લી મેથ્યુને ફરમાવાયેલી આજીવન કેદની સજા સામે અપીલ કરાશેઃ ભારતના બિહારમાંથી દત્તક લીધેલી ૩ વર્ષીય પુત્રી શેરીનનું ૨૦૧૭ની સાલમાં ક્રુરતા પૂર્વક મોત નિપજાવ્યું હતું: બચાવ પક્ષના વકીલની અપીલ માન્ય રહેવાની શકયતા નહીંવત

ટેકસાસઃ ભારતમાંથી દત્તક લીધેલી ૩ વર્ષીય પુત્રી શેરીનનું ક્રુરતા પૂર્વક મોત નિપજાવવાના આરોપસર આજીવન કેદની સજાના આરોપી ઇન્ડિયન અમેરિકન વેસ્લી મેથ્યુના એટર્નીએ ચૂકાદા વિરૂધ્ધ અપીલમાં જશે તેમ જણાવ્યું છે.

૨૦૧૭ની સાલમાં બનેલી ઘટના મુજબ મેથ્યુએ દત્તક પુત્રી શેરીનને દૂધ પીવા મામલે કડક શિક્ષા કરી ક્રરતા પૂર્વક ચાર મારી ઘર પાછળના વાડામાં ફેંકી દેતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર કેસની તપાસના અંતે મેથ્યુને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. જો શેરીન જીવતી હોત તો પાંચ વર્ષની હોત જો કે ચૂકાદા વિરૂધ્ધ બચાવપક્ષના વકીલની અપીલ માન્ય રહેવાની શકયતા બહુ ઓછી છે. તેવું અન્ય વિદ્વાન વકીલોનું મંતવ્ય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:44 pm IST)