News of Sunday, 21st July 2019
અમેરિકા મારૂ કે તમારૂ નહી આપણા સહુનું છેઃ વિદેશી મુળની ૪ કોંગ્રેસ વુમનને 'ગો બેક' કહેવા બદલ ટ્રમ્પ વિરૂધ્ધ મિચેલ ઓબામાની આકરી પ્રતિક્રિયા
વોશીંગ્ટનઃ વિદેશી મૂળની ૪ મહિલા કોંગ્રેસ વુમનને પોતાના વતનમાં પાછા જતા રહેવાનું કહેનાર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂધ્ધ પૂર્વપ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની મિચેલ ઓબામાએ પણ આકરી પ્રતિક્રિયા વ્યકત કરી છે.
ટ્રમ્પનું નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે અમેરિકા મારૂ તે તમારૂ નહી આપણા સહુનુ છેે. જુદા જુદા દેશોના વતનીઓને સમવી લેતા દેશ તરીકે અમેરિકાની ઓળખ છે તેવું તેમણે જણાવ્યું હતું.
(9:42 pm IST)