મુખ્ય સમાચાર
News of Saturday, 21st July 2018

ઓરિસ્સા, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ : જનજીવન ખોરવાયું

ઓરિસ્સામાં સતત વરસાદથી રેલવે ટ્રેક ઉપર પાણી : ભુવનેશ્વર, કટક, પુરી, રાયગઢ જેવા ક્ષેત્રોમાં જનજીવન અસ્તવ્યસ્ત : સ્કુલોમાં રજા : ભારે વરસાદ માટે ચેતવણી

રાયગઢ,તા. ૨૧ : ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બીજી બાજુ આના પ્રભાવના કારણે ટ્રેન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. વરસાદના પરિણામ સ્વરૂેપે ટ્રેનો અડવાઈ પડી છે. ટ્રેનમાં બેસેલા લોકો પણ દહેશતમાં છે. ઓરિસ્સાના રાયગઢ જિલ્લાથી એક વીડિયો સપાટી ઉપર આવ્યો છે. જેમાં સ્ટેશની નજીક રેલવે ટ્રેક ઉપર સંપૂર્ણપણે પાણી ફરી વળેલા નજરે પડે છે. જેના લીધે ભુવેનશ્વર-જગદલપુર હીરાખંડ એક્સપ્રેસ રસ્તામાં જ અટવાઈ પડી છે. છેલ્લા બે દિવસથી ઓરિસ્સામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ભુવનેશ્વર, કટક, પુરી, રાયગઢ જેવા વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સ્કુલોમાં રજા કરી દેવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે લોકોને ઘરની બહાર નીકળવાની મંજુરી આપવામાં આવી રહી નથી. બીજી બાજુ હવામાન વિભાગે ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદના પરિણામ સ્વરૂપે અનેક જગ્યાઓમાં સંપર્ક ખોરવાઈ ગયો છે. ઓરિસ્સા ઉપરાંત ભારે વરસાદના પરિણામ સ્વરૂપે કેટલાક રાજ્યોમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પુરની સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. હાલમાં કેરળ અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના હિલ સ્ટેશનોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. પૂર્વીય અને દક્ષિણ ભારતમાં મોનસૂનનો વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે લોકોની હાલત કફોડી બનેલી છે. વરસાદને લીધે લોકોની હાલત કફોડી બનેલી છે. વરસાદના લીધે અનેક ટ્રેનો ફસાઈ ગઈ છે. ટ્રેનો ઉપર હજારોની સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. રાયગઢ જિલ્લાથી વીડિયો મળ્યા બાદ તંત્રની ભાગદોડ વધી ગઈ છે. સાવેચતીના પણ તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે.

(7:26 pm IST)