મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

કોરોનાથી સંક્રમિતને બીજી વાર સંક્રમણનું જોખમ ઓછું

કોરોનાના સંકટમાં બ્રિટને સારા સમાચાર આપ્યા : પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના કોવિડ-૧૯ સ્ટ્રેટેજિક ડાયરેક્ટર ડૉક્ટર સુસાન હૉપકિન્સે આંકડાના આધારે માહિતી આપી

નવી દિલ્હી, તા.૨૧ : કોરોના સંકટનો સામનો કરી રહેલા વિશ્વને બ્રિટને એક સારા સમાચાર આપ્યા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા કોવિડ-૧૯ સંક્રમણ અંગે એક ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો જેને ગુરૂવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ડેટા પ્રમાણે કોરોનાથી એક વખત સંક્રમિત થયા બાદ બીજી વખત સંક્રમિત થવાનું જોખમ ઓછું છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે સર્વે એટલા માટે પ્રકાશિત કર્યો છે જેથી કોરોના સંક્રમણના જોખમ પર નજર રાખી શકાય અને ફરી કોરોનાથી સંક્રમિત થઈ રહેલા લોકોની સ્થિતિ જાણી શકાય. વર્તમાન ડેટા પ્રમાણે સાર્સ-કોવ-૨ના ફરી સંક્રમિત થવાનું જોખમ ઓછું છે.

૩૦ મે ૨૦૨૧ સુધીમાં બ્રિટનમાં ૧૫,૮૯૩ લોકો ફરી કોરોના સંક્રમિત થયા હતા જ્યારે ઈંગ્લેન્ડમાં ૪૦ લાખ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જો આંકડાઓ પર ધ્યાન આપીએ તો ફક્ત . ટકા કેસમાં એક કોવિડ સંક્રમિત વ્યક્તિ ફરી કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના કોવિડ-૧૯ સ્ટ્રેટેજિક ડાયરેક્ટર ડૉક્ટર સુસાન હૉપકિન્સે જણાવ્યું કે, કોરોના સંક્રમણનો એક વખત શિકાર બની ચુકેલા લોકો જાણવા માંગે છે કે, શું ફરી કોરોના સંક્રમણનું જોખમ છે કે નહીં. સંજોગોમાં વર્તમાન ડેટા પ્રમાણે ફરી કોરોના સંક્રમિત થવાનું જોખમ ખૂબ ઓછું છે.

ડૉક્ટર સુસાન હૉપકિન્સના કહેવા પ્રમાણે એવું બિલકુલ કહી શકાય કે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમણ નહીં લાગે. ઉપલબ્ધ ડેટા પ્રમાણે મોટા ભાગના સંક્રમણના કેસમાં લક્ષણ નહોતા દેખાઈ રહ્યા પરંતુ હજુ તેના પર વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

જૂન ૨૦૨૦થી લઈને મે ૨૦૨૧ સુધીમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કોરોના વેક્સિનની અસર અને ફરી ઈન્ફેક્શનના કેસ પર નજર રાખશે. તેને સાપ્તાહિક આધાર પર પ્રકાશિત પણ કરવામાં આવશે.

(7:34 pm IST)