મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

અઠવાડિયાથી સતત ઘટાડા બાદ સોનાની કિંમતોમાં હળવો વધારો: ચાંદીમાં નરમાઇ

વાયદામાં સોનાના ભાવમાં 0.40 ટકાનો સુધારો : વૈશ્વિક બજારમાં 15 મહિનાનો સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા બાદ રિકવરી

મુંબઈ : ગત અઠવાડિયાથી સતત ઘટાડા બાદ સોનાની કિંમતોમાં હળવો વધારો જોવા મળ્યો છે. ગત 2 દિવસમાં સોનાની કિંમતોમાં લગભગ 1600 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 0.40 ટકા વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ત્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

અઠવાડિયાની શરુઆતમાં કારોબારી દિન એમસીએક્સ પર ઓગસ્ટ વાયદો સોનાના ભાવ 0.40 ટકા 183 રુપિયા વધીને 46, 882 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા. ત્યારે જુલાઈ વાયદા ચાંદીની કિંમત 110 રુપિયા ઘટીને 67,488 રુ. પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

ગ્લોબલ માર્કેટમાં સોનાની કિંમતોમાં 15 મહિનામાં સૌથી મોટો અઠવાડિય ઘટાડો નોંધાયો છે. તે બાદ પણ ઉચ્ચ સ્તર પર હતી. ગત અઠવાડીયે 6 ટકા ઘટાડા બાદ હાજર સોનાનું 0.5 ટકા વધીને 1, 7772.34 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયું. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદી 0.6 ટકા ઉછાળાની સાથે 25.95 ડોલર પ્રતિ ઓં, પર ટ્રેડ કરી રહ્યુ છે

(12:42 pm IST)