મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

દેશની આઝાદી પહેલાની ' બંગભંગ ' વિરુદ્ધ ચળવળની યાદ અપાવતો બનાવ : ભાજપના સાંસદ જોન બારલાએ બંગાળના ભાગલા પાડી ઉત્તર બંગાળને કેદ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવાની માંગ કરી : ટીએમસી , કોંગ્રેસ સહિતના પક્ષો લાલઘૂમ : કોંગ્રેસ સાંસદ જકરિયા હુસેને ભાજપ સાંસદ વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો

કોલકત્તા : એક સમય એવો હતો કે જયારે અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડવાની કોશિષ કરતા તેના વિરુદ્ધ સમગ્ર દેશમાં આંદોલન કરાયું હતું. પરંતુ આજે  દેશ આઝાદ થયાના 74 વર્ષ પછી કેન્દ્રમાં શાસન કરતા ભાજપના પશ્ચિમ બંગાળના સાંસદે ખુદે બંગાળના ભાગલા પાડવાની વાત કરી છે. તેની આ માંગણી વિરુદ્ધ ટીએમસી ,કોંગ્રેસ ,સહિતના પક્ષો લાલઘૂમ થઇ ગયા છે.તથા ભાજપના આ સાંસદ વિરુદ્ધ કોંગ્રેસના સાંસદ જકરિયા હુસેને કોર્ટ કેસ કર્યો છે.

ભાજપ સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજુઆત કરી બંગાળના ભાગલા પાડવાનું કારણ આપતા જણાવ્યું હતું કે ઉત્તર બંગાળના અમુક વિસ્તારો મોટી રકમના ટેક્સ ચૂકવે છે.તેમછતાં તે વિસ્તારની  રાજ્ય સરકાર ઉપેક્ષા કરે છે. તેથી ઉત્તર બંગાળનો વિભાગ રાજ્યથી અલગ કરી દઈ ત્યાં કેન્દ્ર શાસિત વિસ્તાર જાહેર કરવો જોઈએ.
ભાજપ સાંસદની આ માંગણી વિરુદ્ધ ભારે ઉહાપોહ થયો છે.તથા તેમના વિરુદ્ધ કોર્ટ કેસ કરાયો હોવાનું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:54 am IST)