મુખ્ય સમાચાર
News of Monday, 21st June 2021

હવે ઉત્તર પ્રદેશ લડાઈનું મેદાન બનશે: પહેલી જુલાઈથી નરેન્દ્રભાઈ અને ટોચના નેતાઓ દર મહિને નિયમિત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે ઉત્તર પ્રદેશ રાજકીય સમરાંગણ બનશે તે નિશ્ચિત બન્યો છે ભારતીય જનતા પક્ષે બરાબર તૈયારીઓ શરૂ કરી છે અને પહેલી જુલાઈથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના ટોચના નેતાઓ દર મહિને નિયમિત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓ સાથે આદાન પ્રદાન કરશે અને વિકાસ તથા પ્રજાની સુખાકારીના કાર્યોની સતત જાણકારી મેળવશે. લાંબા સમયથી નરેન્દ્રભાઈ પોતાના મતક્ષેત્ર વારાણસીમાં પણ કોરોના મહામારીના કામમાં પરોવાયેલા હોય આવી શક્યા નથી. ૧ જુલાઇથી તેઓ તેમના મત ક્ષેત્ર અને યુપીની સતત મુલાકાત લેતા રહેશે તેમ જાણવા મળે છે. જે પી નડા, અમિતભાઈ અને રાજનાથ સિંહ સહિતના નેતાઓ આવતા મહિનાથી દર પંદર દિવસે યુપીની મુલાકાત લેતા રહેશે તેવી ચર્ચા છે   પશ્ચિમ બંગાળમાં ભૂંડા પરાજય પછી ઉત્તર પ્રદેશ કોઈપણ કાળે ભાજપ ગુમાવવા માગતો નથી..

(11:40 am IST)