મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

વિશ્વ યોગ દિવસ નિમિતે ઈઝરાયેલમાં અનેક લોકોનો યોગ અભ્યાસ: વિભિન્ન આસનો કર્યાં

તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકો જોડાયા

 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઈઝરાયેલના શહેર તેલ અવીના મશહૂર હટાચાના પરિસરમાં 400થી વધુ લોકોએ વિભિન્ન આસનો કર્યાં હતા

 ઈઝરાયેલમાં ભારતના રાજદૂત પવન કપૂરે આ દરમિયાન સરકારને તેને વાર્ષિક કાર્યક્રમ બનાવવાની અપીલ પણ કરી.હતી દરેક વર્ગના લોકોએ આ સમારોહમાં ભાગ લીધો હતો

 કપૂરે લોકોને કહ્યું કે મને એ જોઈને નવાઈ લાગે છે કે યોગ ઈઝરાયેલમાં આટલું લોકપ્રિય છે. અનેક યોગ શિક્ષક અહીં છે. અલગ અલગ પ્રકારના યોગ  થાય છે અને શિખવાડવામાં આવે છે. સ્કૂલ જતા પહેલાથી લઈને વર્કિંગ સ્થળ પર કરાતા યોગ સુધી.

  નગર પાલિકા અને ખેલ તથા સંસ્કૃતિ મંત્રાલયની સાથે મળીને ભારતીય દૂતાવાસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ ઉજવાય છે. 

કપૂરે કહ્યું કે શરીર, મસ્તિષ્ક અને મનને યોગથી થનારા ફાયદા અંગે તમે બધા જાણો છો. મને લાગે છે કે જે પ્રકારની લોકપ્રિયતા અહીં આ કાર્યક્રમને મળી રહી છે તેને જોતા સંસ્કૃતિ મંત્રાલય અને નગરપાલિકા તેના વાર્ષિક કાર્યક્રમ બનાવવા પર વિચાર કરી શકે છે. 

કપૂરે અહીં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર ખોલવા અંગેની જાણકારી પણ આપી. જ્યાં લોકો યોગ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુલાઈ 2017ના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન તેની જાહેરાત થઈ હતી. 

(10:06 pm IST)