મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

મારી સરકારને પાડવાના પ્રયાસમાં છે ભાજપા : કુમાર સ્વામીનો ખુલ્લો આક્ષેપ

બેંગલોર : કર્ણાટકના મિશ્ર સરકારના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામીએ આક્ષેપ કર્યો છે કે ભાજપા કર્ણાટકના સતારૂઢ કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનની સરકારને અસ્થિર કરવાના પ્રયાસોમાં સતત કાર્યરત છે. પણ તેમના નેતૃત્વવાળી સરકાર સ્થિર છે અને પોતાનો કાર્યકાળ પુરો કરશે. તેમણે કહયું કે વિકાસ અને પ્રજાલક્ષી વલણના કારણે તેમની સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે અને રાજયને દેશમાં નંબર વન રાજય બનાવવા માટે કામ કરશે.

કુમાર સ્વામીએ કહયું કે, અમારી સરકાર જરા પણ અસ્થિર નથી પણ કેટલાક નેતાઓનો સમુહ તેને અસ્થિર કરવા ઇચ્છતો હતો. જેમાં તેઓ નિષ્ફળ થયા હતા. પોતાની સરકારની એક વર્ષની સિધ્ધીઓ અંગેના પુસ્તક મિત્રી પર્વને બહાર પાડયા પછી તેમણે કહયું કે સરકારે ૧૩ મહિના પુરા કરી લીધા છે. મુખ્ય વિરોધપક્ષને પચાવી નથી શકતો એટલે આજે પણ તેઓ કહી રહયા છે કે આઠ થી નવ વિધાનસભ્યોનું રાજીનામુ આપવાના છે પણ મને ખબર છે કે અહી શું ચાલી રહયું છે.

(3:52 pm IST)