મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

ત્રીજીવાર ટ્રિપલ તલાક બિલ રજુ : કોંગ્રેસનો વિરોધ

સરકાર વતી કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે બિલ રજૂ કર્યુ : સંસદને અદાલત ન બનાવો : બંધારણની પ્રક્રિયા હેઠળ બિલ લવાયું છે : કોંગ્રેસ કહે છે... પત્નીને છોડવી માત્ર મુસ્લિમ માટે જ નહિ પણ બધા માટે ગુન્હો ગણાવો જોઇએ : બિલ બંધારણની વિરૂધ્ધનું હોય તો દાવો : સ્પીકરે વોટિંગ કરાવતા બિલને રજૂ કરવાના પક્ષમાં ૧૮૬ અને વિરોધમાં ૭૪ મત પડયા હતા

નવી દિલ્હી, તા. ર૧ : ત્રિપલ તલાક બિલને આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ૧૭ મી લોકસભાની રચના બાદ નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ બિલ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું. લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ થતાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે ત્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો. લોકસભામાં ત્રિપલ તલાક પર બિલ રજૂ કરવાના પક્ષમાં ૧૮૬ અને ૭૪ મત પડ્યા.

ઉલ્લેખનીય છે કે સરકારે પાછલા કાર્યકાળમાં પણ ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું. જોકે રાજયસભામાં તે પાસ નહોતું થઈ શકયું. મોદી સરકારના આ બિલને એક તરફ સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. જોકે રાજયસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી બિલ પાસ ન થઈ શકયું.

વિપક્ષની માગ હતી કે તેને પુનઃ નિરીક્ષણ માટે સંસદની પસંદગી સમિતિ પાસે મોકલવામાં આવે જોકે સરકારે તે માંગ ફગાવી દીધી હતી. જો કે આ વખતે પણ ભલે નીતિશ કુમારની જેડીયુ બિહારમાં ભાજપની સાથે ગઠબંધનમાં હોય પણ ત્રિપલ તલાક મામલે રાજયસભામાં ફઝ્રખ્ ને સમર્થન નહીં કરે. જયારે કોંગ્રેસ પણ ત્રિપલ તલાક મામલે વિરોધનું એલાન કરી ચૂકયું છે. કોંગ્રેસનું કહેવું છે કે બિલમાં કેટલાક મામલે ચર્ચાની જરૂર છે.કોંગ્રેસના નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે ત્રિપલ તલાક બિલ પર કોંગ્રેસે કેટલાક બુનિયાદી મુદ્દા ઉઠાવ્યાં છે, જેના પર સરકાર કેટલાક પર રાજી છે. અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે જો સરકારે પહેલાથી અમારી વાત માની લીધી હોત તો ઘણો સમય બચી જાત. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટે બુધવારે જ મુસ્લિમ મહિલા વિધેયક, ૨૦૧૯માં મંજૂરી આપી દીધી છે. આ ફેબ્રુઆરીમાં લાવવામાં આવેલા અધ્યાદેશની જગ્યા લેશે.

કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રણ તલાક બિલ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ થતાં જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, મંત્રી ફકત બિલ રજૂ કરવાની અનુમતિ માગી રહ્યા છે. અને કોઈ સભ્યની આપત્ત્િ। છે, તો પછી હું જવાબ આપવા માટે તૈયાર છું. આ હંગામા વચ્ચે રવિશંકર પ્રસાદે ત્રણ તલાક બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.

કેન્દ્રિય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભા ગૃહમાં આજે ટ્રીપલ તલાક બિલ રજૂ કરતા જ સદનમાં હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ જણાંવ્યું કે સંબંધિત મંત્રી માત્ર બિલ રજુ કરવાની મંજૂરી માગી રહ્યા છે. તેમ છતાં કોઇ સાંસદને કાંઇ તકલીફ હોય તો હું જવાબ આપવા તૈયાર છું.

તે દરમિયાન ભારે હંગામા વચ્ચે રવિશંકર પ્રસાદે તીન તલાક બિલ લોકસભામાં રજૂ કર્યુ હતું. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે બિલ ડ્રાફટનો વિરોધ કર્યો છે. થરૂરે જણાંવ્યું કે આ બિલમાં મુસ્લિમ મહિલાઓનાં હિતોની રક્ષા નહિં થાય પરંતુ તેમની મુશ્કેલીઓ અનેકગણી વધશે.

શશી થરૂર પછી હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ બિલનો વિરોધ કર્યો. ઓવૈસીએ વિરોધ કરતાં કહ્યું કે,આ બિલ બંધારી વિરૂદ્ઘ છે. તેમણે કહ્યું કે, આ બિલથી માત્ર મુસ્લિમ પુરૂષોને સજા મળશે. સરકારને માત્ર મુસ્લિમ મહિલાઓ સાથે હમદર્દી કેમ છે. કેરળની હિન્દુ મહિલાઓની ચિંતા સરકાર કેમ કરતી નથી? ઓવૈસીએ ટ્રીપલ તલાક બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. તેમજ આ બિલ લાગુ થયા પછી જે મુસ્લિમ પુરૂષો જેલમાં જશે તેમની પત્નીઓનાં જીવન નિર્વાહનો ખર્ચ શું સરકાર આપશે?

કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અમે ગત ટર્મમાં આ બિલ રજુ કર્યુ હતું. પરંતુ રાજયસભામાં અટવાઇ ગયું હતું. તેમણે કહ્યું કે, બંધારણની પ્રક્રિયા પ્રમાણે અમે ફરી બીલને લઇ આવ્યા છે. જનતાએ અમને કાયદા ઘડવા માટે ચૂંટયા છે. તેમજ કાનૂન પર ચર્ચા કરવી હોય તો અદાલતમાં થઇ શકે. મહેરબાની કરીને લોકસભા ગૃહને અદાલત ન બનાવો. મંત્રી પ્રસાદે જણાંવ્યું કે, આ રાજકારણ નહિં પરંતુ નારી ન્યાયનો સવાલ છે. તેમણે કહ્યું કે ભારતનાં બંધારણમાં કહેવામાં આવ્યું છે કે કોઇ સાથે ભેદભાવ ન થઇ શકે, તેથી આ બિલ ગેરબંધારણીય નહિં પરંતુ મહિલાઓનાં અધિકારો સાથે જોડાયેલો છે.

(3:42 pm IST)