મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

મોબાઇલની યુવાઓ ઉપર ગંભીર અસરો ડોકના ભાગે શીંગડા ઉગવા લાગ્યા

ઓસ્ટ્રેલીયાના કવીન્સલેન્ડની સનસાઇન યુનિવર્સિટીના રીસર્ચરોએ તેમના રીસર્ચમાં નોંધ્યું છે કે યુવાન વયના લોકોમાં બોચીના ભાગે શીંગડા જેવો ભાગ ઉપસવાના બનાવો વધ્યા છે.

મોબાઇલના કારણે આપણી જીવન શૈલીમાં જેમ કે વાંચવું કામ કરવું, સંદેશ વહેવાર, ખરીદી વગેરેમાં ઘણા ફેરફારો થયા છે. પણ આપણે એ નથી જાણતા કે આ ટચુકડું સાધન આપણા હાડપીંજરને રીમોલ્ડ કરી રહ્યું છે આપણી તેની સાથે કામ કરવાની પધ્ધતિ પ્રમાણે ગોઠવાતું જાય છે.

બાયો મીકેનીકસના એક નવા રીસર્ચના તારણ મુજબ યુવાન વયના લોકોમાં શીંગડા પ્રકારનો એક ટેકો તેમની ગરદનની પાછળની બાજૂએ ડેવલપ થતો જોવા મળી રહ્યો છે. જેના માટેનું કારણ એ છે કે માથાને આગળ નમાવેલું રાખવાથી માથાની પાછળના સ્નાયુઓ પર વજન આવે છે જે સામાન્ય રીતે કરોડ રજ્જુ પર રહેતું હોય છે. આના કારણે ત્યાં હાડકુ વધે છે. આના કારણે ત્યાં એક શીંગડા અથવા હુક જેવો ભાગ બને છે.

પોતાના રીસર્ચ પેપરમાં રીસર્ચરો આના માટે દલીલ આપે છે કે યુવાન વયના લોકોમાં જ આવું બનવાનું કારણ સતત મોબાઇલ ફોનનો ઉપયોગ છે. તેમના કહેવા અનુસાર સ્માર્ટ ફોન અને બીજા હાથવગા ઉપકરણોનો ઉપયોગ કરવા માટે ઉપયોગ કરનારને માથું આગળ લાવીને નીચું નમાવવું પડે છે. તેના લીધે આવું બની શકે છે.

આરોગ્ય નિષ્ણાતો ડોકને વાળવા તરફ ચેતવણી આપે છ.ેજયારે હાડકાના ડોકટરોએ અંગુઠાની તો સારવાર પણ શરૂ કરી દીધી છે. મોબાઇલના સતત ઉપયોગથી અંગુઠાનું જામ થવું દુખાવો વગેરે સમસ્યાઓ ઘણાને થઇ રહી છે.

રીસર્ચના લેખક સહારના કહેવા અનુસાર આ ખરેખર એક ખતરનાક ચિન્હ છે. અને તેના કારણે માથાનો દુઃખાવો પીઠના ઉપરના ભાગે તથા બોચીમા દુઃખાવાની ગંભીર સમસ્યા પણ થાય છ.ે

તેમના તારણ અનુસાર આ શીંગડું અથવા ઢીચયું લગભગ ૩ થી પ મી.મી. લાંબુ હોય છે અને બહારના ભાગે તે લગભગ ૧૦ મી.મી. જેટલું દેખાય છે. આ શીંગડું પોતે એટલું ખતરનાક થઇ રહ્યું હોય જેની આપણને જાણ ન હોય અને આ તો ફકત તેનો સંકેલત જ હોય તેવું બને તે ચિંતારૂપ વસ્તુ છે.

(વોશીંગ્ટન પોસ્ટમાંથી સાભાર)

(3:40 pm IST)