મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

આયકર મુકિત મર્યાદા વધારવા તૈયારી

નોકરીયાત-મધ્યમ વર્ગને રાહત આપવા તૈયારીઃ નિવેશ પર છૂટની સીમા પણ વધશેઃ કલમ ૮૦-સી હેઠળ ડીડકશનનો દાયરો ૧.પ૦ લાખથી વધારી ર લાખ કરાશે

નવી દિલ્હી તા. ર૧ :.. સરકાર પૂર્ણ બજેટમાં આવકવેરાની છૂટની મર્યાદા વધારવાની ભેટ આપી શકે છે. તેને અઢી લાખથી વધારીને ત્રણ લાખ કરી શકાય છે. જયારે બચતને પ્રોત્સાહન આપવા કલમ ૮૦-સી હેઠળ કપાતને ૧.પ લાખથી વધારીને બે લાખ કરી શકાય છે.

બ્લૂમ બર્ગ અનુસાર, આવકવેરા છૂટની મર્યાદા પ૦ હજાર રૂપિયા વધારવાનું સરકાર વિચારી રહી  છે. મહિલાઓ માટે તેને વધારીને સાડા ત્રણ લાખ રૂપિયા કરી શકાય છે. નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગને માટે આ પગલું રાહતરૂપ બની શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાંચ જૂલાઇએ બજેટ રજૂ કરશે. જો આ છૂટની મર્યાદા પ૦ હજાર વધે તો વાર્ષિક અઢી હજાર રૂપિયાનો ફાયદો થાય અને તે ફાયદો લગભગ પાંચ કરોડ લોકોને મળે.

વચગાળાના બજેટમાં સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની કર પાત્ર આવક પર સંપૂર્ણ ટેક્ષ રીબેટ આપી દીધો છે. તેનાથી કરદાતાઓને ૧રપ૦૦ નો લાભ થયો હતો. અને બચત કરવામાં આવે તો ૭.પ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ કર નહીં આપવો પડે.

એસોચેમનું સુચન છે કે બજેટમાં સીનીયર સીટીઝનની સુવિધા માટે સાડા સાત લાખ રૂપિયા સુધીની આવકને કરમુકત કરવી જોઇએ. અત્યારે તે સાડા ત્રણ લાખ રૂપિયા છે. સંગઠનના કહેવા અનુસાર ૮૦ વર્ષથી વધુ વયના બુઝર્ગોની ૧ર.પ લાખ સુધીની વાર્ષિક આવકને કરમુકત કરવી જોઇએ. કારણ કે તેઓ એફડીની વ્યાજની રકમ પર જ મોટાભાગે આધાર રાખતા હોય છે. (પ-૧૬)

(11:40 am IST)