મુખ્ય સમાચાર
News of Friday, 21st June 2019

૨૦૨૦ની સાલમાં રિલાયન્સ જિયોનો મેગા પબ્લીક ઇસ્યુ આવશે

મુંબઈ, તા.૨૧: રિલાયન્સ ૨૦૨૦ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં IPOની શકયતા ચકાસી રહી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી પ્રાથમિકતા જિયો ટાવર અને ફાઇબર એસેટ્સની માલિકી ધરાવતા બે ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) માટે રોકાણકારો મેળવવાની રહેશે.

કંપની એકિઝકયુટિવ્સ, બેન્કર્સ અને કન્સલ્ટન્ટ્સ વચ્ચે ગયા મહિને ઘણી બેઠક થઈ હતી, જે સૂચવે છે કે IPOની યોજના વેગ પકડી રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, જિયોએ બેન્કર્સને જણાવ્યું છે કે, તે સબસ્ક્રાઇબર્સના મોરચે ટૂંક સમયમાં હરીફોને વટાવી જવાનો અંદાજ ધરાવે છે.

જેને લીધે કંપનીની આવક વધશે. ઉપરાંત, આગામી સમયમાં ફાઇબર ટુ હોમ નેટવર્કના વિસ્તરણ સાથે સફળ IPO માટે સાનુકૂળ માહોલ ઊભો થશે. અન્ય એક વ્યકિતએ જણાવ્યું હતું કે, 'જિયોની ઘટી રહેલી યુઝર દીઠ સરેરાશ આવક (ARPU) અંગે વિશ્લેષકોએ સવાલ કર્યા હતા.'

ARPU ટેલિકોમ સેકટરમાં મહત્ત્વનો માપદંડ ગણાય છે. જાન્યુઆરી-માર્ચના સતત પાંચમાં કવાર્ટરમાં જિયોની ખ્ય્ભ્શ્ અગાઉના કવાર્ટરના ૧૩૧.૭૦થી ઘટીને ઈં ૧૨૬.૨૦ થઈ હતી. જેની તુલનામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાની ખ્ય્ભ્શ્ માં વધારો નોંધાયો હતો. જોકે, જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં માત્ર રિલાયન્સ જિયોએ નફો કર્યો હતો. સૂચિત ગાળામાં તેનો નફો ૬૫ ટકા અને આવક ૫૬ ટકા વધ્યા હતા. જોકે, અગાઉના કવાર્ટરની તુલનામાં નફાવૃદ્ઘિ માત્ર ૧ ટકા રહી હતી, જે અગાઉ ૨૨ ટકા હતી.

જિયોના ચોથા કવાર્ટરના પરિણામ પછી બ્રોકરેજ IIFL જિયોનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય ઈં ૪.૪૧ લાખ કરોડ (૬૩ અબજ ડોલર) આંકયું હતું. હરીફ ભારતી એરટેલ મોખરાના સ્થાનથી ત્રીજા ક્રમે સરકી છે અને ગુરુવારે તેનું માર્કેટ-કેપ લગભગ  ૧,૮૦,૦૦૦ કરોડ હતું.

એરટેલનો શેર ગુરુવારે BSE પર ૨.૪ ટકા વધીને ઈં ૩૫૦ના મથાળે બંધ રહ્યો હતો. બ્રોકરેજ જે પી મોર્ગનના અહેવાલમાં જણાવ્યા અનુસાર નબળા રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ માર્જિનને કારણે પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નફાવૃદ્ઘિ ૨૦૧૯-૨૦ના અંતે ૧૫ ટકા ઘટવાની શકયતા છે. કોર બિઝનેસના નફાને સરભર કરવાનો એક વિકલ્પ જિયોના ટેરિફ ૧૨-૨૦ ટકા વધારવાનો છે.

રિલાયન્સે સ્પષ્ટતા કરી હતી કે, જિયોના IPO અંગેની ચર્ચા ફાઇબર અને ટાવર બિઝનેસના InvIT પછી કરવામાં આવશે. ET એજૂનમાં જણાવ્યું હતું કે, બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ ૧,૭૦,૦૦૦ ટાવર્સના પોર્ટફોલિયોમાં રોકાણ કરશે એવી ધારણા છે.

ટાવર પોર્ટફોલિયોનું મૂલ્ય લગભગ ઈં ૩૬,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે. ટાવર અને ફાઇબર એસેટ્સના ડિમર્જર તેમજ ઈં ૧.૦૭ લાખ કરોડનું ઋણ બે યુનિટ્સમાં ટ્રાન્સફર કર્યા પછી માર્ચના અંતે જિયોનું ઋણ ૬૭,૦૦૦ કરોડ હતું. ઉલ્લેખનીય છે કે, જિયોએ સપ્ટેમ્બર ૨૦૧૬માં કોમર્શિયલ લોન્ચિંગ કર્યું હતું, પણ કંપનીએ માર્ચ ૨૦૧૭ના અંતે પહેલી વખત પરિણામ જાહેર કર્યુ હતું.

(11:39 am IST)