મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

આસામના પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા દેવી મંદિર પરિસર પાસે માથુ કપાયેલી મહિલાની લાશ મળી: બલિની આશંકા

 

અસમની રાજધાની ગુવાહાટીના પશ્ચિમ છેડાપ આવેલા નીલાંચલ પર્વત પર આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ કામાખ્યા મંદિર પરિસર નજીક નવદુર્ગા મંદિરની સીડીઓ પર બુધવારે મધ્ય રાત્રે એક મહિલાની માથુ કપાયેલી લાશ જપ્ત થવાની વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે.       આગામી 22 જુનથી ચાલુ થવા જઇ રહેલી કામાખ્યા ધામમાં પ્રસિદ્ધ અમ્બુવાસી મેળાની તૈયારીઓમાં રહેલા પ્રશાસને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવા છતા મંદિર પરિસરની નજીક મળેલી માથુ કપાયેલી લાશથી 24 કલાક ચોકસીનાં દાવા પર સવાલિયો નિશાન  પેદા થઇ ચુક્યું છે

(1:26 am IST)