મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

તણાવ વધતા ભારતીય નૌકાદળે ઓમાનની ખાડીમાં તૈનાત કર્યા બે યુદ્ધજહાજો

બે વિદેશી ઓઇલ ટેન્કરો પર હુમલા બાદ નેવીએ તેના જહાજોની સુરક્ષા મારે યુદ્ધજહાજ ગોઠવ્યા

 

નવી દિલ્હી 'તાજેતરમાં ઓમાનની ખાડીમાં બે વિદેશી ઓઇલ ટેંકરો પરના હુમલા બાદ ભારતીય નૌકાદળે તેના જહાજોને સુરક્ષિત રાખવા માટે બે યુદ્ધજહાજોને ગોઠવ્યા છે      અત્રે ઉલ્લેખનીય છે કે  યુ.એસ.-ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે 13 જૂનના રોજ હૂરમૂજ જલ઼મરૂમધ્યની બહાર ઇરાનીયન દરિયાકિનારા નજીકના ડબલ હુમલામાં બે તેલ ટેન્કરને નુકસાન થયું હતું.

 

   એક ખાનગી સમાચારના હેવાલ મુજબ, નેવીના પ્રવક્તા કેપ્ટન ડી કે શર્માએ કહ્યું હતું કે, 'અમે આઇએનએસ ચેન્નઈ અને પેટ્રોલિંગ જહાજ આઇએનએસ સુનયનાને 'ઓપરેશન સંકલ્પ હેઠળના વિસ્તારમાં ભારતીય જહાજોનીની સુરક્ષા માટે જમાવ્યું છે. પગલું વિસ્તારના જહાજો પરના હુમલાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો છે.

   નૌકાદળ તેની લાંબા અંતરની પેટ્રોલિંગ એરક્રાફ્ટ પી -81 થી પણ એરિયલ સર્વેલન્સનું સંચાલન કરી રહ્યા છે. ઉપરાંત ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવેલા હિંદ મહાસાગર ક્ષેત્રના સૂચના ફ્યુઝન સેન્ટરની સહાયથી ખાડીમાં હાજર જહાજોની હિલચાલની નજીકથી દેખરેખ રાખવામાં આવી છે.

(12:59 am IST)