મુખ્ય સમાચાર
News of Thursday, 21st June 2018

મુંબઈના કલ્યાણ રેલવે સ્ટેશને મહિલાને અડપલાં કરવા પોલીસકર્મીને ભારે પડ્યા લોકોએ લમધાર્યો

સમગ્ર ઘટનાનો વિડિઓ વાયરલ : બાજુના શખ્સનું ધ્યાન જતા ઉભો થઈને લાફા ઝીકી દીધા

મુંબઈનાં કલ્યાણ રેલ્વે સ્ટેશન પર એક પોલીસકર્મીને મહિલાની છેડતી કરવી ભારે પડી હતી આ છેડતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલા રેલ્વે સ્ટેશન પર બેઠી છે અને એક પોલીસકર્મી પણ ત્યાં બાજુમાં બેઠો છે. તેવામાં પોલીસકર્મી પોતાનો હાથ એક મહિલાને અડાડે છે. તેમ છતાં મહિલા કંઈ જ બોલતી નથી પરંતુ મહિલા થોડીક ખસવાનો પ્રયત્ન કરે છે. ત્યાર બાદ પોલીસકર્મી મહિલાને ખોટી રીતે હાથ અડાડીને અડપલાં કરે છે.

  આ સમગ્ર ઘટના બેંચની સામેની સાઈડ બેઠેલા એક વ્યક્તિએ પોતાનાં મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી અને ત્યાર બાદ આસપાસનાં લોકોએ તે પોલીસ કર્મીનો ભારે વિરોધ કર્યો અને બાજુમાં બેઠેલા એક શખ્સનું એકાએક ધ્યાન જતાં તે પોલીસકર્મીને ત્યાંથી ઊભો કરીને બેથી ત્રણ લાફા ઝીંકી દે છે.ત્યાર બાદ આ મહિલાએ પણ પોતાનું જુતું કાઢીને પોલીસકર્મીને માર્યું.હતું તે પોલીસને CRPFને સોંપવાની વાત પણ ત્યાંનાં લોકો કરી રહ્યાં છે. જો કે પોલીસકર્મી બાદમાં ત્યાંથી જતો રહે છે. આ વીડિયો વાયરલ થયાં બાદ તે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે.

(8:33 pm IST)